GU/Prabhupada 0735 - આપણે એટલા મૂર્ખ છીએ કે આપણે આગલા જીવનમાં વિશ્વાસ નથી કરતાં

Revision as of 18:43, 8 September 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0735 - in all Languages Category:GU-Quotes - 1976 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on SB 7.9.41 -- Mayapura, March 19, 1976

હવે ઘણા બધા છોકરાઓ છે. તે... જો તે કહે છે, "ના, ના, ના. હું એક યુવાન નહીં બનું. હું એક બાળક જ રહીશ," તે શક્ય નથી. તેણે શરીર બદલવું જ પડશે. તેનો કોઈ પ્રશ્ન જ નથી કે તેણે શરીર બદલવાનું નથી ગમતું. ના, તે તેણે કરવું જ પડે. તો તે જ રીતે, આ શરીર, જ્યારે તે સમાપ્ત થઈ જાય છે, તમે કહી શકો છો કે "હું કોઈ બીજા શરીરમાં વિશ્વાસ નથી કરતો," પણ તે છે - "થશે જ." બિલકુલ તેવી જ રીતે, તે, તે યુવક, તે વિચારી શકે છે, "આ શરીર બહુ જ સરસ છે. હું આનંદ કરી રહ્યો છું. હું વૃદ્ધ માણસ નહીં બનું." ના, તારે બનવું જ પડશે. તે પ્રકૃતિનો નિયમ છે. તું ના કહી શકે. તેવી જ રીતે, મૃત્યુ પછી, જ્યારે આ શરીર સમાપ્ત થઈ જાય છે, તમારે બીજું શરીર લેવું જ પડશે. તથા દેહાંતર પ્રાપ્તિ: (ભ.ગી. ૨.૧૩). અને કોણ બોલી રહ્યું છે? પરમ ભગવાન, સર્વોચ્ચ વ્યક્તિ, તેઓ બોલી રહ્યા છે, પરમ અધિકારી. અન જો તમે, તમારા તર્કથી, તમે સમજવાનો પ્રયત્ન કરો કે કાયદો શું છે, અહી એક બહુ જ સરળ ઉદાહરણ આપેલું છે. તો તે જીવન છે. તમે નકારી ના શકો. જીવન છે જ. હવે, તે જીવન, તે શરીર, તમારા હાથમાં નથી. વર્તમાન સમયે, જ્યારે જીવન છે, તમે તમારા જ્ઞાન પર બહુ જ અભિમાન કરો છો. તમે ભગવાનના અસ્તિત્વને સ્વીકારવામાં બહુ જ ઉદ્ધત છો. તમે તે મૂર્ખતાપૂર્વક કરી શકો છો. પણ મૃત્યુ પછી તમે સંપૂર્ણપણે પ્રકૃતિના નિયંત્રણ હેઠળ છો. તે છે. તમે અવગણી શકો નહીં. જેમ કે જ્યારે તમે મૂર્ખ છો, તમે કહી શકો છો, "હું સરકારના નિયમોમાં માનતો નથી. હું કઈ પણ કરીશ." પણ જ્યારે તમારી ધરપકડ કરવામાં આવે છે, ત્યારે બધુ જ સમાપ્ત થઈ જાય છે. પછી ફક્ત લાફા અને લાતો, બસ.

તો આપણે એટલા મૂર્ખ છીએ કે આપણે આગલા જીવનમાં વિશ્વાસ નથી કરતાં. તે ફક્ત મૂર્ખતા છે. આગલું જીવન છે જ, ખાસ કરીને જ્યારે કૃષ્ણ કહે છે. તમે કહી શકો છો, "અમે વિશ્વાસ નથી કરતાં." તમે વિશ્વાસ કરો કે ના કરો, તેનો ફરક નથી પડતો. તમે પ્રકૃતિના નિયમોની હેઠળમાં છો. પ્રકૃતે: ક્રિયમાણાની ગુણે: કર્માણી સર્વશ: (ભ.ગી. ૩.૨૭). કારણમ ગુણ સંગો અસ્ય સદ અસદ જન્મ યોનિશુ (ભ.ગી. ૧૩.૨૨), કૃષ્ણએ કહ્યું. કેમ વ્યક્તિ સારી રીતે સ્થિત હોય છે? જ્યારે વ્યક્તિ સારી અવસ્થામાં હોય છે, એક માણસ... એક જીવ સારી રીતે ખાઈ રહ્યો છે, સરસ ભોજન, અને બીજો પ્રાણી મળ ખાઈ રહ્યો છે? તો તે આકસ્મિક નથી. તે આકસ્મિક નથી. કર્મણા દૈવ નેત્રેણ (શ્રી.ભા. ૩.૩૧.૧). કારણકે વ્યક્તિએ તે રીતે કાર્ય કર્યું છે કે તેણે મળ ખાવું પડે છે, તેણે ખાવું જ પડે. પણ માયા, ભ્રામક શક્તિ એટલી ચતુર છે, કે જ્યારે પ્રાણી મળ ખાય છે, તે વિચારે છે, "હું સ્વર્ગનો અનુભવ કરૂ છું." આને માયા કહેવાય છે. તો મળ ખાવામાં પણ તે વિચારે છે કે હું સ્વર્ગનો આનંદ અનુભવું છું. જ્યાં સુધી તે અજ્ઞાનતાથી ઢંકાયેલો નથી, તે... જો તે યાદ કરે કે "હું... મારા ગયા જીવનમાં હું મનુષ્ય હતો, અને હું સરસ ભોજન ખાતો હતો. હવે હું મળ ખાવા વિવશ છું," તો તે આગળ વધી ના શકે. તેણે પ્રક્ષેપાત્મિકા શક્તિ માયા કહેવાય છે. આપણે ભૂલી જઈએ છીએ. ભુલામણી.