GU/Prabhupada 0787 - લોકો ગેરસમજ કરે છે કે ભગવદ ગીતા સામાન્ય યુદ્ધ છે, હિંસા

Revision as of 23:43, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 1.44 -- London, July 31, 1973

પ્રદ્યુમ્ન: અનુવાદ: "અફસોસ, તે કેટલું વિચિત્ર છે કે આપણે મોટા પાપો કરવા માટે તૈયારી કરી રહ્યા છીએ, રાજાશાહી સુખનો આનંદ કરવાની ઈચ્છાથી."

પ્રભુપાદ:

અહો બત મહત પાપમ
કર્તુમ વ્યવસિત વયમ
યદ રાજ્ય સુખ લોભેન
હંતુમ સ્વજનમ ઉદ્યતા:
(ભ.ગી. ૧.૪૪)

તો ક્યારેક અર્જુન પર આરોપ મૂકવામાં આવે છે, ભગવદ ગીતા પર પણ આરોપ મૂકવામાં આવે છે, કે "ત્યાં હિંસા છે. ત્યાં હિંસા છે. ભગવદ ગીતા હિંસાથી ભરેલી છે." હા, તે હિંસાથી ભરેલી છે. યુદ્ધભૂમિ. પણ અહી, વૈષ્ણવ વિચાર... અર્જુન વિચારી રહ્યો છે કે તે તેના રાજ્યસુખ માટેની ગોઠવણ હતી. યદ રાજ્ય સુખ લોભેન. લોભેન. તે અર્જુનની સંતુષ્ટિ માટેની વ્યવસ્થા હતી, જેથી તે સામ્રાજ્ય અને તેનું સુખ ભોગી શકે. વાસ્તવમાં, તે તેવું ન હતું. તે વ્યવસ્થા કૃષ્ણની સંતુષ્ટિ માટે હતી, અર્જુનની સંતુષ્ટિ માટે નહીં. તો તે અંતર છે સામાન્ય કાર્યમાં અને ભક્તિમય સેવામાં. ભક્તિમય સેવા અને સામાન્ય કાર્ય, તે લગભગ સરખું લાગે છે. જેમ કે આપણે આ ઘરમાં રહીએ છીએ. પાડોશીઓ, તેઓ વિચારી શકે છે, કે "કોઈ લોકો અહી રહે છે, ગાય છે, નાચે છે. અમે પણ નાચી છીએ. અમે પણ ક્યારેક ગાઈએ છીએ. અને ખાય છે, તેઓ પણ ખાય છે. તો પછી ફરક શું છે?" તેઓ વિચારી શકે છે કે "ભક્તિમય સેવા અને સામાન્ય કાર્યમાં ફરક શું છે?" તે લગભગ સરખું લાગે છે. તેથી લોકો ભગવદ ગીતાની સાધારણ યુદ્ધ, હિંસા, તરીકે ગેરસમજ કરે છે. પણ તે તેવું નથી. તે કૃષ્ણની વ્યવસ્થા હતી, તેમના ઉદેશ્યને પૂર્ણ કરવા માટે. તેમનો ઉદેશ્ય છે પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ (ભ.ગી. ૪.૮). તે તેમની સંતુષ્ટિ છે, અર્જુનની સંતુષ્ટિ નહીં, કોઈ બીજાની સંતુષ્ટિ નહીં. તે તેમની યોજના છે. તેઓ આવે છે, આ ગ્રહ પર અવતરિત થાય છે, આ બ્રહ્માણ્ડમાં, માત્ર ધાર્મિક જીવનનો સાચો ઉદેશ્ય સ્થાપિત કરવા અને મારવા, જે લોકો મનુષ્ય જીવનના સાચા ઉદેશ્યની વિરુદ્ધમાં છે તેમના વિનાશ માટે. તે તેમનો ઉદેશ્ય છે, એક સાથે બે વસ્તુઓ. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ (ભ.ગી. ૪.૮).

તો સ્વજનમ.

અહો બત મહત પાપમ
કર્તુમ વ્યવસિત વયમ
યદ રાજ્ય સુખ લોભેન
હંતુમ સ્વજનમ ઉદ્યતા:
(ભ.ગી. ૧.૪૪)

સ્વજનમ મતલબ પોતાના માણસો. તો પોતાના માણસોનો મતલબ એવું નથી, ઉચ્ચ અર્થમાં, ફક્ત મારી માતા અથવા મારી બહેન અથવા મારા પિતા અથવા મારા કાકા. ના. સ્વજનમ મતલબ બધા જ જીવો. કારણકે જે વ્યક્તિને કૃષ્ણ ભાવનામૃત નથી, સાધારણ ચેતનાથી, ભૌતિક ચેતનાથી, તે સ્વજનમ તરીકે વિચારી ના શકે. "મારા માણસો, દરેક જીવો," તે વિચારી ના શકે. વાસ્તવમાં, દરે આપણા સ્વજનમ છે, કારણકે જો ભગવાન પિતા છે, અને કૃષ્ણ દાવો કરે છે અહમ બીજ પ્રદ: પિતા (ભ.ગી. ૧૪.૪), જો તેઓ પરમ પિતા છે... ફક્ત તેઓ દાવો જ નથી કરતાં, ઓછામાં ઓછું, કોઈ પણ સારી ધાર્મિક પદ્ધતિ દાવો કરે છે, "ભગવાન મૂળ પિતા છે." તે હકીકત છે. અહમ સર્વસ્વ પ્રભવો મત્ત: સર્વમ પ્રવર્તતે (ભ.ગી. ૧૦.૮). દરેક વસ્તુ તેમનામાથી આવી છે. તેઓ પરમ પિતા છે. તો જો કૃષ્ણ પરમ પિતા છે, તેઓ દરેકના પિતા છે. સર્વ યોનિશુ કૌંતેય (ભ.ગી. ૧૪.૪). જીવનની દરેક યોનીઓમાં, દરેક પ્રકારના જીવનમાં, તેઓ બધા સ્વજન, પોતાના, છે. તે કેમ ના હોઈ શકે? કારણકે કૃષ્ણ મૂળ પિતા છે. આ કૃષ્ણ ભાવનામૃત છે. તેથી એક કૃષ્ણભક્ત કોઈ પણ જીવને એક નાનકડી હાનિ પણ નથી પહોંચાડવા માંગતો. તે કૃષ્ણ ભાવનામૃત છે.