GU/Prabhupada 0860 - એ અંગ્રેજ સરકારની નીતિ હતી કે દરેક ભારતીય વસ્તુની નિંદા કરવી

Revision as of 11:07, 6 May 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Gujarati Pages - 207 Live Videos Category:Prabhupada 0860 - in all Languages Categ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

750521 - Conversation - Melbourne

નિર્દેશક: તમને નથી લાગતું કે ખેડૂતોને તેમનું પોતાનું મગજ હોય?

પ્રભુપાદ: મગજ છે, પણ તે પ્રતિકૂળ મગજ છે. જેમ કે પાગલ વ્યક્તિ, તેને મજગ છે, પણ તેના મગજનું મૂલ્ય શું છે? તમે પાગલ વ્યક્તિનો મત નથી લેવાના. તેને તેનું મગજ છે, પણ તે પાગલ વ્યક્તિ છે. મુઢા. માયયા અપરહત અજ્ઞાના (ભ.ગી. ૭.૧૫). તેમનું જ્ઞાન લઈ લેવામાં આવ્યું છે. મગજ જે, શું કહેવાય છે, અવ્યવસ્થિત હાલતમાં છે, તેના મતનું કોઈ મૂલ્ય નથી.

નિર્દેશક: અને જો બ્રાહ્મણ પોતાના સ્વાર્થ પ્રમાણે દુનિયા પર રાજ કરવાનું શરૂ કરે તો?

પ્રભુપાદ: હમ્મ?

ભક્ત: તેઓ કહે છે, જો બ્રાહ્મણ પોતાના નિહિત સ્વાર્થ પ્રમાણે દુનિયા પર રાજ કરવાનું શરૂ કરે તો?

પ્રભુપાદ: ના, ના.

નિર્દેશક: પણ મૂડીવાદી કે બીજું કોઈ કદાચ...

પ્રભુપાદ: ના, ના. તે નિહિત સ્વાર્થ નથી. તે નિહિત નથી, તે ચારિત્ર્ય છે, જેમ કે સમ. તે શું છે, શાંતિપૂર્ણ.

નિર્દેશક: તેઓ પોતાનો વર્ગ બનાવી શકે અને પોતાનો સ્વાર્થ સાધે અને તે પ્રમાણે દુનિયા પર રાજ કરવાનું ચાલુ કરે...

પ્રભુપાદ: ના, ના. કારણકે તેઓ પ્રમાણિક છે, તે કથન છે (અસ્પષ્ટ). તેઓ તેમ નહીં કરે.

નિર્દેશક: તેમણે શાસ્ત્ર પ્રમાણે કરવું પડશે.

પ્રભુપાદ: હા. પ્રમાણિક મતલબ, તે પોતાના સ્વાર્થ માટે નથી, બધાના હિત માટે છે. તે પ્રમાણિકતા છે.

નિર્દેશક: હવે, જો તેઓ ગુમરાહ થઈ જાય તો?

પ્રભુપાદ: હહ?

નિર્દેશક: દુનિયા પરિવર્તિત થાય છે, અને કારણકે શાસ્ત્ર...

પ્રભુપાદ: કેવળ કારણકે તેઓ પાલન નહતા કરતાં. જેમ કે ભારતમાં, આ બ્રાહ્મણોનું ચારિત્ર્ય છે. પછીથી, ધીમે ધીમે, સંસ્કૃતિ ખોવાઈ થઈ ગઈ પાછલા એક હજાર વર્ષોથી કારણકે ભારત વિદેશીઓને આધીન હતો. મુસ્લિમો, તેઓ થોડી પોતાની સંસ્કૃતિ લઈને આવ્યા. પછી અંગ્રેજો આવ્યા. તેમણે... બધાને સ્વાર્થ હોય છે. અંગ્રેજોએ, જ્યારે અંગ્રેજી શાસન આવ્યું, ત્યારે લોર્ડ મેકાલેનો પોતાનો રિપોર્ટ હતો કે "જો તમે તેમને ભારતીય હિન્દુ તરીકે રાખશો, તમે ક્યારેય તેમની ઉપર રાજ નહીં કરી શકો." એ અંગ્રેજ સરકારની નીતિ હતી કે દરેક ભારતીય વસ્તુની નિંદા કરવી

નિર્દેશક: પણ તમે પહેલા કહ્યું કે તેમણે પીવાની અનુમતિ આપી ન હતી.

પ્રભુપાદ: હહ?

નિર્દેશક: કેવળ અત્યારે... તમે પહેલા તે નહતું કીધું?

પ્રભુપાદ: હા. અંગ્રેજોએ અનુમતિ આપેલી. અંગ્રેજોએ, ખૂબ જ સાવચેતીથી, કારણકે તેમણે પ્રત્યક્ષ રીતે નહીં, મારો મતલબ, તેમના હાથ મૂક્યા તેમની સંસ્કૃતિ પર. પણ છુપાઈને. અને હવે જ્યારે તેઓ તાલીમબધ્ધ થઈ ગયા છે, તેઓ ખુલ્લેઆમ કરે છે. પણ તાલીમ અંગ્રેજોએ આપેલી હતી. સજજનોના સમાજમાં પીવાનું તો હોવું જ જોઈએ. આ પરિચય હતો.

નિર્દેશક: પણ ભારતીય સમાજ, તે નિષેધ છે ભારતમાં.

પ્રભુપાદ: ભારતીય સમાજ: તે લોકોને એ પણ ખબર ન હતી કે ચા કેમ પીવી? અમારા બાળપણમાં અમે જોયું છે કે અંગ્રેજોએ ચા નો બગીચો શરૂ કર્યો હતો. અંગ્રેજોની પહેલા કોઈ ચાના છોડ હતા નહીં. અંગ્રેજોએ જોયું કે મજૂરો ખૂબ સસ્તા છે, અને તેઓને ધંધો શરૂ કરવો છે, તેમણે શરૂ કર્યો. જેમ કે તેઓ આફ્રિકામાં કરી રહ્યા છે, ઘણા બધા બગીચાઓ, કોફી અને ચા. તો તેમણે શરૂઆત કરી, અને ચા અમેરીકામાં વેચવા માંડી. તેઓ ધંધા પાછળ હતા. તો... હવે, આટલી બધી ચા, કોણ વાપરશે? સરકારે એક ચા સેટ કમિટી શરૂ કરી. બધા ચા ના બગીચાના માલિકો, તે લોકો સરકારને ભૂગતાન કરશે. અને દરેક રસ્તે, દરેક ગલીએ, તેમનો વ્યવસાય હતો પ્રચાર. ચા બનાવવાનો, ખૂબ સરસ, સ્વાદિષ્ટ ચા, અને તો જાહેરાત કરતાં હતા કે જો તમે ચા પિશો, તો તમને બહુ ભૂખ નથી લાગે, અને તમારો મલેરિયા જતો રહેશે, અને એવું બધુ. અને લોકોએ ચા પીવાની શરૂઆત કરી. "સરસ કપ." મે તે જોયેલું છે. હવે તેમને સ્વાદ લાગી ગયો છે. હવે ધીમે ધીમે, એક સફાઈ કામ વાળો પણ, સવારે વહેલા, ચાની દુકાન પર રાહ જોતો હોય છે એક કપ ચા મેળવવા. અમારા બાળપણમાં જો કોઈ ઉધરસ ખાતું હોય તો ચા લેવાતી હતી, કોઈક વાર તેઓ ચા વાપરતા. તે પણ પછીના સમયમાં. પણ તે અજ્ઞાત છે. ચા પીવી, દારૂ પીવો, ધૂમ્રપન, માંસાહાર - આ બધુ આજ્ઞાત હતું. વેશ્યાવૃતિ. વેશ્યાવૃતિ હતી. એવું નથી કે દરેક વેશ્યા છે. ખુબ જ કડક. તો, આ બધી વસ્તુઓની ધ્યાન રાખવું જોઈએ - ઓછામાં ઓછુ માણસોનો એક વર્ગ આદર્શ હોવો જોઈએ, બીજા જોશે. અને તાલીમ જારી રાખવી જોઈએ, જેમ કે અમે કરી રહ્યા છીએ. અમે લોકોને અમારી સાથે કીર્તન કરવા આમંત્રિત કરીએ છે, અમારી સાથે નાચવા માટે, પ્રસાદ લેવા માટે. અને ધીમે ધીમે તેઓ બની રહ્યા છે. તેજ લોકો, પીવાના વ્યસની, વેશ્યાવૃતિના વ્યસની, માંસાહારના વ્યસની, તેઓ સાધુ પુરુષ બની રહ્યા છે. તે વ્યાવહારિક છે. તમે જોઈ શકો છો, તેમનો પહેલાનો ઇતિહાસ શું હતો અને હવે તેઓ શું છે.

નિર્દેશક: પણ અમે એ કેવી રીતે સમજીએ કે અમારા તબીબો અમને માંસ ખાવાનું કહે છે કારણકે એમાં પ્રોટીન છે.

પ્રભુપાદ: એ મૂર્ખતા છે. તેઓ છેલ્લા દસ વર્ષથી માંસ નથી ખાતા. તમને લાગે છે કે તેઓનું સ્વાસ્થ્ય ઘટ્યું છે? ઊલટું, લોકો કહે છે "તેજસ્વી ચહેરાઓ." બોસ્ટનમાં... એક પૂજારી, હું લોસ એંજલિસ થી હવાઈ જતો હતો. એક સજ્જન એક સાદા વસ્ત્રમાં હતા, તેઓ પૂજારી હતા, તેમણે કહ્યું, "સ્વામીજી, તમારા વિદ્યાર્થીઓએ આટલા તેજસ્વી કેવી રીતે લાગે છે?" અને કોઈક વાર અમારી જાહેરાત થાય છે કે "તેજસ્વી ચહેરાઓ." બોસ્ટન કે બીજે ક્યાક સ્ત્રીઓ પૂછતી હતી, "તમે અમેરિકન છો?"