GU/Prabhupada 0871 - રાજાઓ પ્રથમ વર્ગના બ્રાહ્મણો, ઋષિઓ, દ્વારા નિયંત્રિત હતા

Revision as of 11:47, 16 May 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Gujarati Pages - 207 Live Videos Category:Prabhupada 0871 - in all Languages Categ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

750519 - Lecture SB - Melbourne

એક રાજા, સમ્રાટ, નું કર્તવ્ય છે કે રાજયમાં બધાને રક્ષણ આપે. તે ફરક નથી પડતો કે તે મનુષ્ય છે કે પશુ છે. વૃક્ષો સુદ્ધાં. બિનજરૂરી મારવાનો કે કાપવાનો કોઈ કાયદો હતો નહીં. ના. ખરેખર, જો તમે ઉચિત છો... રાષ્ટ્રીય... રાષ્ટ્રીય મતલબ જે કોઈ તે ભૂમિમાં જનમ્યું છે તે. અત્યારના સમયમાં સરકાર મનુષ્યની કાળજી રાખે છે, પશુઓની નહીં. રાષ્ટ્રીયતા શું છે? પશુએ એવું શું કર્યું છે કે તેમની રક્ષા ના થવી જોઈએ? તો આ કલિયુગ છે, પાપમાય યુગ. પાપમાય યુગ. તે વધી રહ્યો છે. તે વધી રહ્યો છે. પણ મહારાજ પરિક્ષિતના સમયમાં, કોઈ વ્યક્તિ કોઈપણ અન્યાય કરી શકતી નહીં. તેથી શાસ્ત્રમાં તે કહેવામા આવ્યું છે કે કામમ વવર્ષ પર્જન્ય: (શ્રી.ભા. ૧.૧૦.૪) કારણકે બધુ યોગ્ય હતું, પ્રકૃતિ આપણને બધી સુખસુવિધા આપતી હતી, બધી જીવનની જરૂરિયાતો, તે પૂર્ણ હતું. જેવા તમે રાજાના કે ભગવાનના કાયદાને હાનિકારક કે અવજ્ઞાકારી થાઓ છો.. રાજા તે ભગવાનનો પ્રતિનિધિ છે. તેથી, ભારતમાં રાજાને ભગવાનના પ્રતિનિધિ તરીકે સ્વીકારવામાં આવે છે. તો પહેલા રાજાઓ આ રીતે શિક્ષિત કરવામાં આવતા કે એક માણસ સમસ્ત બ્રહ્માણ્ડ પર રાજ્ય કરવા માટે પર્યાપ્ત હોય.. ઓછામાં ઓછો એક ગ્રહ. તે વિધિ હતી. રાજા ખૂબ પુણ્યશાળી હતો. ઘણા બધા, મારા કહેવાનો મતલબ, વિધાનો છે આ રાજાઓ ઉપર. કેમ તેઓ પુણ્યશાળી હતા? કારણકે તેઓ પણ નિયંત્રિત હતા. રાજાઓ પ્રથમ વર્ગના બ્રાહ્મણો, ઋષિઓ, દ્વારા નિયંત્રિત હતા બ્રાહ્મણોએ સરકારની વ્યવસ્થામાં ભાગ ન લેવો જોઈએ, પણ તેઓ ક્ષત્રિય રાજાઓને સલાહ આપતા, કે "તમે નાગરિકો ઉપર આમ રાજ કરો." જો રાજા તેમ ના કરે, તો બ્રાહ્મણો પાસે એટલી બધી શક્તિ હતી - ઘણા કિસ્સા છે - કે તો રાજાને ગાદી પરથી ઉતારી દેતા કે તેનો વધ કરી દેતા. પણ તેઓ સત્તાનો પોતે સ્વીકાર ન હતા કરતાં. તેના પુત્રને અવસર આપવામાં આવતો. તે વિધિ હતી.

તો પરિક્ષિત મહારાજ સાત દિવસોમાં મૃત્યુથી દંડિત હતા. તે પણ ઘરું સરસ હતું, રસપ્રદ. બહુ રસપ્રદ નહીં, બહુ દુખજનક વાત હતી, કે પરિક્ષિત મહારાજને એક બ્રાહ્મણ છોકરાએ સાત દિવસમા નાગના કરડવાથી મૃત્યુનો શાપ આપ્યો હતો. શું ઘટના હતી? ઘટના એમ હતી કે મહારાજ પરિક્ષિત વનમાં હતા, શિકાર કરવા. શિકારની અનુમતિ ફક્ત ક્ષત્રિય રાજાઓને છે. કારણકે તેમને રાજ્ય કરવાનું છે, અને પહેલાના સમયમાં, ધૂર્તો અને બદમાશો, રાજાની આજ્ઞાથી, અથવા રાજા પોતે તેમને તરત જ મારી નાખતા, તો તેમને અભ્યાસ કરવો પડતો કે કેવી રીતે મારવું. અને તે અભ્યાસ કરવામાં આવતો જંગલમાં અમુક ક્રૂર જાનવરોનો શિકાર કરીને, ભોજન માટે નહીં. અત્યારે શિકાર ચાલી રહ્યો છે ભોજનના હેતુથી. ના, તે કાયદો નથી. તો મહારાજ પરિક્ષિત શિકાર પર હતા અને ખૂબ તરસ્યા થયા. તો તેઓ એક સાધુ પુરુષના આશ્રમમાં પ્રવેશ્યા. તે વખતે તેઓ ધ્યાનમાં હતા. તો તેઓ પ્રવેશ્યા અને તેમને પુછ્યું, " મને પીવાનું પાણી આપો. હું ખૂબ તરસ્યો છું." તેમણે વિચાર્યું, " તે આશ્રમ છે." પણ જે ઋષિ કે જેઓ ધ્યાનમગ્ન હતા તેઓ સાંભળી શક્યા નહીં. તો રાજા થોડા નિરાશ થયા , કે "હું રાજા છું. હું પાણી માંગુ છું, અને આ માણસ ચૂપ છે." તો તેઓ થોડા નારાજ થયા, અને ત્યાં એક મૃત સાપ હતો. તો તેમણે તે સાપ લીધો અને તેમના ગળામાંમાં મૂકી દીધો અને જતાં રહ્યા.

તો આ છોકરો, તે દસ બાર વર્ષનો હતો. તે રમતો હતો, અને તેના મિત્રોએ તેને આ કહ્યું "રાજાએ તારા પિતાનું આ રીતે અપમાન કર્યું." અને છોકરો ખૂબ જ ગુસ્સે થયું, "ઓહ, રાજા એટલો બધો અસભ્ય છે કે તેણે મારા પિતાનું અપમાન કર્યું." તેણે જોયું કે તેમના ગળામાં મૃત સાપ હતો. તેણે તરત જ મહારાજ પરિક્ષિતને શાપ આપ્યો કે "સાપના કરડવાથી તમે સાત દિવસમાં જ મૃત્યુ પામશો." તો જ્યારે તે ખૂબ જોરથી રડતો હતો અને આ, મારો મતલબ, અવાજ ચાલતો હતો, સાધુ પુરુષ, ઋષિ, જાગી ગયા. "શું થયું, મારા વ્હાલા પુત્ર, તું કેમ રડે છે?" "ના, ના. રાજાએ તમારું અપમાન કર્યું છે, તો મે તેમને શાપ આપ્યો છે." ઓહ, તે ખૂબ દિલગીર થયા કે "તે આટલા સાધુ રાજાને શાપ આપ્યો? ઓહ, તે સમસ્ત બ્રાહ્મણ સમાજને કલંકિત કર્યો છે. તે કલિયુગને આવવા માટે પરવાનગી આપી છે. આ કલિયુગનું ષડયંત્ર છે." હશે, તેમણે આ સમાચાર રાજાને મોકલ્યા કે "મારા પુત્રે તમને મૂર્ખતાપૂર્ણ રીતે શાપ આપ્યો છે. તે છે... પણ હું શું કરી શકું? તે ભગવાનની ઈચ્છા છે. તે થઈ ગયું છે. તો તમે તૈયાર રહેજો." હવે, જરા જુઓ, એક બ્રાહ્મણપુત્ર, કેટલો શક્તિશાળી હતો, એક દસ વર્ષનો છોકરો, તે આટલા મહાન રાજાને શાપ આપી શકતો હતો અને તેમણે તેનું પાલન કરવું પડે. આ સ્થિતિ હતી ક્ષત્રિયની, બ્રાહ્મણની અને, મારો મતલબ, વૈશ્ય અને શુદ્ર. ચાતુર વરણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશ: (ભ.ગી. ૪.૧૩) માનવ સમાજ, ભગવાનની ઇચ્છાથી, માણસના ચાર વર્ગો છે. પ્રથમ વર્ગ બ્રાહ્મણ છે; દ્વિતીય વર્ગ, ક્ષત્રિય; તૃતીય વર્ગ, વૈશ્ય; અને બીજા બધા, ચતુર્થ વર્ગ, શુદ્ર.