GU/Prabhupada 0873 - ભક્તિ નો અર્થ છે કે આપણે આપણી જાતને ઉપાધિઓમાથી મુક્ત કરવી પડે

Revision as of 13:03, 16 May 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Gujarati Pages - 207 Live Videos Category:Prabhupada 0873 - in all Languages Categ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

750519 - Lecture SB - Melbourne

ઇન્દ્રિય તૃપ્તિ માટે મારી પાસે હવે આ શરીર છે, ભારતીય શરીર, તમારી પાસે આ ઓસ્ટ્રેલિયન કે અમેરિકન કે યુરોપીયન શરીર છે. પણ તમારે આ શરીર બદલવું પડશે. તથા દેહાંતર પ્રાપ્તિ (ભ.ગી. ૨.૧૩) આપણે શાશ્વત છીએ. ન જાયતે ન મ્રિયતે વા કદાચિત (ભ.ગી. ૨.૨૦) આત્મા જન્મ નથી લેતી, મરતી પણ નથી. આપણે ફક્ત શરીર બદલીએ છીએ. તથા દેહાંતર પ્રાપ્તિ. તેવી જ રીતે કે જેમ આપણે આ શરીર બદલીએ છીએ.

માતાના ગર્ભમાં આપણે નાનું શરીર હતું, તે વધે છે, અને આપણે બહાર આવીએ છીએ. ફરીથી તે વધે છે. વધે છે... તે ખરેખર વધતું નથી, તે બદલાય છે. શિશુ તેનું શરીર બદલે છે બાળકમાં, બાળક તેનું શરીર બદલે છે એક છોકરામાં, અને છોકરો તેનું શરીર બદલે છે યુવાવસ્થામાં. પછી... આ રીતે તમે શરીર બદલો છો. તે તમને અનુભવ છે. તમને શિશુનું શરીર હતું - તમને યાદ છે. અથવા તમને છોકરનું શરીર હતું - તમને યાદ છે. પણ શરીર હવે રહ્યું નથી. પણ તમે તો છો. તો નિષ્કર્ષ તે છે કે જ્યારે આ શરીર રહેવા માટે લાયક નહીં રહે આપણે બીજું શરીર સ્વીકારવું પડશે. આને કહેવાય છે તથા દેહાંતર પ્રાપ્તિ. તો આપણે બદલવું પડશે. તે પ્રકૃતિનો કાયદો છે. આત્મા અમર છે. ન જાયતે મ્રિયતે વા કદાચિત ન હન્યતે હન્યમાને શરીરે (ભ.ગી. ૨.૨૦). આત્મા સમાપ્ત થતો નથી; ફક્ત એક પ્રકારનું શરીર સમાપ્ત થાય છે. ના. લોકો તે જાણતા નથી. અને કારણકે તેઓ ફક્ત પાપમય પ્રવૃતિઓમાં સંકળાયેલા છે, તેમના મગજ એટલા સુસ્ત થઈ ગયા છે કે તેઓ આ સરળ સત્ય સમજી શકતા નથી કે જેમ તમે આ જીવનમાં શરીર બદલો છો, તેથી તમે આ શરીરને બીજા જીવનમાં બદલશો. આ ખૂબ સરળ સત્ય છે. પણ ભૌતિક સંસ્કૃતિના વિકાસથી, આપણે ખૂબ સુસ્ત અને ધૂર્ત થઈ ગયા છે કે આપણે તે સમજી નથી શકતા.

પણ ભારતમાં હજી, જોકે તે ખૂબ પતિત છે, તમે કોઈ દૂરના ગામમાં જાઓ એક સાધારણ માણસ, તેની પાસે કોઈ ભણતર નથી, તે માને છે. તે માને છે. અને અહિયાં પાશ્ચાત્ય દેશોમાં, મે જોયા ઘણા, ઘણા મોટા, મોટા પ્રોફેસરોને, તેમને કોઈ ખ્યાલ નથી. હું એક મોટા પ્રોફેસર, કોટોવ્સ્કી, ને મોસ્કોમાં મળ્યો હતો. તેમણે કહ્યું, "સ્વામીજી, આ શરીરની સમાપ્તિ પર, બધુજ સમાપ્ત થઈ જાય છે." જરા જુઓ. તે મોટા પ્રોફેસર છે અને એક મોટા વિભાગ, ઇંડોલોજી, ના વડા છે. તેમને કોઈ ખ્યાલ નાથી. પણ આ સત્ય નથી. સત્ય તે છે કે આપણે બધા અંશ છીએ, અધ્યાત્મિક અંશ છીએ, ભગવાનના. કોઈક રીતે, આપણે આ ભૌતિક જગતમાં ઇન્દ્રિય તૃપ્તિ માટે આવી ગયા છીએ. અધ્યાત્મિક જગતમાં કોઈ ઇન્દ્રિય તૃપ્તિ નથી. ઇન્દ્રિય શુધ્ધિકરણ છે. ભૌતિક જગતમાં ઇન્દ્રિયો અશુધ્ધ છે. તેઓને ફક્ત ભૌતિક વસ્તુઓનો આનંદ માણવો છે. તો કૃષ્ણભાવનામૃત મતલબ કે તમારે તમારી ઇન્દ્રિયોને શુધ્ધ કરવી પડે. તે રસ્તો છે.

સર્વોપાધિ વિનિરમૂકતમ
તત પરત્વેન નિર્મલમ
ઋષિકેન ઋષિકેશ
સેવનમ ભક્તિર ઉચ્યતે
(ચૈ.ચ. મધ્ય ૧૯.૧૭૦)

આ ભક્તિ મતલબ કે આપણે આપની જાતને ઉપાધિઓમથી મુક્ત કરવી પડે. ઉપાધિ શું છે? બધા વિચારે છે, "હું અમેરિકન છું," "હું ભારતીય છું," "હું યુરોપીયન છું," "હું ઓસ્ટ્રેલિયન છું," "હું બિલાડી છું," "હું કૂતરો છું," "હું આ છું," "હું તે છું" - શારીરિક રીતે. આપણે આ જીવનનો શારીરિક અભિગમ શુધ્ધ કરવો પડશે, કે "હું આ શરીર નથી." અહમ બ્રહ્માસ્મિ: "હું અધ્યાત્મિક આત્મા છું." આ આપણે સમજવું પડશે. પછી કોઈ ભેદભાવ નહીં રહે કે "અહી અમેરિકન છે, અહી ઓસ્ટ્રેલિયન છે, અહી એક હિંદૂ છે, અહી એક મુસ્લિમ છે, અહી એક વૃક્ષ છે, અહી..." ના. પંડિતા: સમ દર્શિના: (ભ.ગી. ૫.૧૮). પંડિતા: મતલબ જ્ઞાની, તે કે જે વસ્તુઓને યથારુપ જાણે છે. તેમના માટે,

વિદ્યા વિનય સંપન્ને
બ્રાહ્મણે ગવી હસ્તિની
શુનીચૈવ શ્વપાકે ચ
પંડિતા: સમ દર્શિના:
(ભ.ગી. ૫.૧૮)

એક વ્યક્તિ, ખૂબ જ્ઞાની, વિદ્યા, અને ખૂબ વિનમ્ર... વિદ્યા મતલબ, જ્ઞાની મતલબ, તે વિનમ્ર છે, શાંત છે. તે ધૂર્ત અને બદમાશ નથી. તે વિદ્યા છે. તે ભણતરની પરીક્ષા છે. તે ખૂબ જ શિક્ષિત... શાંત અને વિનમ્ર હોવો જોઈએ. તેને એક શબ્દમાં સજ્જન કહેવામા આવે છે.