GU/Prabhupada 0929 - સ્નાન લેવું, તે પણ આદત નથી. કદાચ અઠવાડીયામાં એક વાર: Difference between revisions

(No difference)

Revision as of 08:35, 26 May 2017



Invalid source, must be from amazon or causelessmery.com

730424 - Lecture SB 01.08.32 - Los Angeles

અનુવાદ: "કોઈ કહે છે કે અજન્મા પુણ્યશાળી રાજાઓના યશગાન ગાવા માટે જન્મ્યા છે, અને કોઈ કહે છે કે તેઓ યદુરાજા, તમારા એક પ્રિય ભક્ત, ને ખુશ કરવા માટે જન્મ્યા છે. તમે આ કુટુંબમાં તેવી રીતે અવતરિત થાઓ છો કે જેમ મલય ટેકરીઓ ઉપર ચંદન આવે છે."

પ્રભુપાદ: તો બે મલયો હોય છે. એક મલય ટેકરી અને એક, આ મલય... હવે તે જાણીતો છે મલેશિયા તરીકે. પહેલા, આ મલેશિયામાં, તેઓ મોટેપાયે ચંદનનું ઉત્પાદન કરતાં હતા. કારણકે ૫,૦૦૦ વર્ષો પૂર્વે, ચંદનની સારી એવી માંગ હતી. દરેક વ્યક્તિને ચંદનની લૂગદીનો ઉપયોગ કરવો જોઈએ. કારણકે ભારતમાં, તે ઉષ્ણકટિબંધીય દેશ છે. તો આ એક સારું કોસ્મેટિક છે. હજુય, તેઓ કે જે લોકો ખર્ચ કરી શકે છે ઉનાળાના બહુ ગરમ દિવસોમાં, જો તમે ચંદનનો લેપ તમારા શરીર પર લગાવો, તમને ગરમી નહીં લાગે. તે ઠંડુ છે. હા.

તો આ પ્રણાલી હતી... હજી તે ચાલી રહી છે, પણ નાના પાયે. કે દરેક, સ્નાન લીધા પછી, તેણે શરીર ઉપર ચંદનનો લેપ લગાવવો જોઈએ. તે આખો દિવસ શરીરને સુંદર, ઠંડુ અને શાંત રાખશે. તો તે કોસ્મેટિક હતું. હવે, કલિયુગમાં... તે પ્રસાધનમ કહેવાય છે. જેમકે, દરેક દેશ, પ્રણાલી છે કે, સ્નાન લીધા પછી, તમે તમારા વાળ ઓળશો, કઈક સુગંધિત લગાવશો. તો ભારતમાં તે પ્રણાલી હતી કે સ્નાન લીધા પછી, તિલક લગાવ્યા પછી, અર્ચવિગ્રહ ના કક્ષમાં જવાનું, દંડવત પ્રણામ કરવાના, પછી પ્રસાદમ, ચંદન પ્રસાદમ અર્ચવિગ્રહ કક્ષમાથી લેવાનો અને તેનો ઉપયોગ કરવાનો. તેને પ્રસાધનમ કહેવાય છે. કલિયુગમાં, તે કહેવાયું છે કે: સ્નાનમ એવ હી પ્રસાધનમ. જો કોઈ સારી રીતે સ્નાન લઈ શકે, તે પ્રસાધનમ છે. કેટલું બધુ. કોઈ આ કોસ્મેટિક કે ચંદન તેલ કે ગુલાબ અત્તર કે ગુલાબ જળ નહીં. આ બધુ સમાપ્ત થઈ ગયું છે. તે સ્નાનમ એવ પ્રસાધનમ (શ્રી.ભા. ૧૨.૨.૫). ફક્ત સ્નાન લેવાથી...

જ્યારે હું ભારતમાં હતો, શરૂઆતમાં, તો... સ્નાન લેવું તે બહુ સામાન્ય વસ્તુ છે કારણકે ગરીબમાં ગરીબ માણસ પણ વહેલી સવારે સ્નાન કરશે. પણ ખરેખર જ્યારે હું તમારા દેશમાં આવ્યો ત્યારે મે જોયું કે સ્નાન લેવું પણ અઘરી વસ્તુ છે. (હાસ્ય) સ્નાન લેવું, તે પણ આદત નથી. કદાચ અઠવાડીયામાં એક વાર. અમે ભારતમાં દિવસમાં ત્રણ વાર તે જોવા ટેવાયેલા છીએ. અને મે જોયું કે ન્યુ યોર્કમાં મિત્રો બીજા મિત્રના ઘરે આવી રહ્યા છે, કારણકે તેમની પાસે સ્નાનની કોઈ સુવિધા નથી. તો મિત્રના ઘરે આવે છે. એવું નથી? મે જોયું છે. તો કલિયુગના ચિહ્નો વર્ણવેલા છે કે સ્નાન લેવું સુદ્ધાં મુશ્કેલ હશે. સ્નાનમ એવ હી પ્રસાધનમ.

અને દાક્ષ્યમ કુટુંબ ભરણમ. દાક્ષ્યમ. દાક્ષ્યમ મતલબ, મતલબ તે કે જે તેના પુણ્ય કર્મો માટે વિખ્યાત છે. તેને દાક્ષ્યમ કહેવામા આવે છે. દાક્ષ્યમ, આ શબ્દ આવે છે દક્ષ માંથી. દક્ષ મતલબ નિપુણ. તો દાક્ષ્યમ કુટુંબ ધરણમ. કલિયુગમાં, જો એક વ્યક્તિ કુટુંબનું પાલન કરી શકે... કુટુંબ મતલબ પત્ની અને થોડાક બાળકો, અથવા એક કે બે બાળકો. તેને કુટુંબ કહેવાય છે. પણ ભારતમાં કુટુંબનો મતલબ તે નથી. કુટુંબ મતલબ એક સંયુક્ત કુટુંબ. સંયુક્ત કૂટુંબ, પિતા, તેમના પુત્રો, ભત્રીજાઓ, બહેન, પતિઓ. તેઓ ભેગા રહે છે. તેને કુટુંબ કહેવામા આવે છે. પણ કલિયુગમાં, કુટુંબનું પાલન કરવું મુશ્કેલ હશે. જો કોઈ કુટુંબનું પાલન કરી શકશે...

ન્યુ યોર્કમાં, હું જ્યારે ત્યાં હતો, એક વૃદ્ધ સ્ત્રી આવતી હતી. તો તેની પાસે, તેને એક જુવાન પુત્ર હતો. તો મે પૂછ્યું: "તમે તમારા પુત્રનું લગ્ન કેમ નથી કરાવતા?" "હા, તે લગ્ન કરી શકે જો તે કુટુંબનું પાલન કરી શકે." મને તે ખબર ન હતી, કે કુટુંબનું પાલન અહિયાં મુશ્કેલ વસ્તુ છે. મને તે ખબર ન હતી. તો આ ભાગવતમમા વર્ણવેલું છે. જો કોઈ કુટુંબનું પાલન કરી શકે, ઓહ, તે ભવ્ય માણસ છે. "ઓહ, તે પાંચ જણનું પાલન કરે છે (?)." જો એક છોકરીને પતિ હોય, તો તેને ખૂબ ભાગ્યશાળી ગણવામાં આવે છે. તો ખરેખરે આ વસ્તુઓ હોય છે.