GU/Prabhupada 0932 - કૃષ્ણ જન્મ નથી લેતા, પણ કેટલાક મુર્ખોને તેવું લાગે છે: Difference between revisions

(No difference)

Revision as of 08:49, 26 May 2017



Invalid source, must be from amazon or causelessmery.com

730424 - Lecture SB 01.08.32 - Los Angeles

તો કુંતી કહે છે: કશ્ચિદ, કેચિદ આહુર અજમ જાતમ (શ્રી.ભા. ૧.૮.૩૨). અજમ, શાશ્વત, અજન્માએ, હવે જન્મ લીધો છે. પછી... સ્વાભાવિક રીતે આપણે કહી શકીએ કે કૃષ્ણે જન્મ લીધો છે, હા, કૃષ્ણ જન્મ લે છે, પણ તેમનો જન્મ આપણા જેવો નથી. તે આપણે જાણવું જોઈએ. તે ભગવદ ગીતામાં કહેલું છે: જન્મ કર્મ ચ મે દિવ્યમ યો જાનાતી તત્ત્વત: (ભ.ગી. ૪.૯). કૃષ્ણ દેવકી અથવા માતા યશોદાના પુત્ર તરીકે જન્મ લે છે, પણ તે બિલકુલ આપણા જેવો જન્મ નથી લેતા. તે શ્રીમદ ભાગવતમમાં વર્ણવેલું છે. જ્યારે કૃષ્ણ અવતરિત થયા, તેઓ દેવકીના ગર્ભમાથી ન હતા આવ્યા. તે સૌથી પહેલા અવતરિત થયા. તમે ચિત્ર જોયું છે. અને પછી તેઓ ખોળામાં નાના શિશુ બની ગયા.

તેથી કૃષ્ણનો જન્મ દિવ્ય છે. આપણો જન્મ બળપૂર્વક, પ્રકૃતિના કાયદાઓ હેઠળ છે. પણ તેઓ પ્રકૃતિના કાયદાઓ હેઠળ નથી. પ્રકૃતિના કાયદાઓ તેમની નીચે કામ કરે છે. મયાધ્યક્ષેણ પ્રકૃતિ: સુયતે સચરાચરમ (ભ.ગી. ૯.૧૦). પ્રકૃતિ, કૃષ્ણની આજ્ઞા નીચે કામ કરી રહી છે, અને આપણે પ્રકૃતિની આજ્ઞા નીચે કામ કરી રહ્યા છીએ. તે ફરક છે. જુઓ, કૃષ્ણ બ્રહ્માણ્ડના સ્વામી છે, અને આપણે પ્રકૃતિના નોકર છીએ. તે ફરક છે. મયાધ્યક્ષેણ પ્રકૃતિ: સુયતે. તેથી કુંતીદેવ કહે છે કેચિદ આહુર: "કોઈ તેવું કહે છે." કોઈ તેવું કહે છે કે અજન્માએ જન્મ લીધો છે. અજન્મા હોય તે જન્મ કેવી રીતે લઈ શકે? તેવો ભાસ થાય છે પણ તેઓ જન્મ નથી લેતા. તેવો ભાસ થાય છે કે તેઓએ આપણી જેમ જન્મ લીધો છે. ના.

તેથી, તે કહ્યું છે, સ્પષ્ટ રીતે: કેચિદ આહુર. "થોડા મૂર્ખ વ્યક્તિઓ તેવું કહે છે." અને કૃષ્ણએ પણ ભગવદ ગીતામાં કહ્યું છે: અવજાનંતી મામ મુઢા: "તેઓ કે જ ધૂર્તો છે. તેઓ વિચારે છે કે હું સામાન્ય મનુષ્ય જેવો છું." અવજાનંતી મામ મુઢા માનુષીમ તનુમ આશ્રિતમ (ભ.ગી. ૯.૧૧). "કારણકે હું કે મનુષ્યની જેમ અવતરિત થયો છું, તો થોડા ધૂર્તો, તેઓ વિચારે છે કે હું પણ મનુષ્યોમાનો એક છું." ના. પરમ ભાવમ અજાનંત: તે નથી જાણતો કે ભગવાનનો મનુષ્ય જેવો જન્મ લેવા પાછળનું રહસ્ય શું છે. પરમ ભાવમ અજાનંત: તો તેવી જ રીતે કૃષ્ણ અજ છે. તે જન્મ જેવુ લે છે, તદ્દન જન્મ નહીં. તે સર્વત્ર છે.

જેમ કે કૃષ્ણ, તે કહ્યું છે: ઈશ્વર: સર્વ ભૂતાનામ હ્રદેષુ અર્જુન તિષ્ઠતી (ભ.ગી. ૧૮.૬૧). તો ઈશ્વર છે, ભગવાન છે દરેકના હ્રદયમાં. જો તે હકીકત છે, તો જો કૃષ્ણ તમારા હ્રદયમાં છે, તમારી અંદર, તો તરતજ જો તેઓ તમારી સમક્ષ આવી જાય, તો કૃષ્ણ માટે શું મુશ્કેલી છે? તે પહેલેથી અંદર છે, અને તે સર્વશક્તિમાન છે. જેમ કે ધ્રુવ મહારાજ. ધ્રુવ મહારાજ, જ્યારે તેઓ ધ્યાનમાં સ્થિત હતા, રૂપનું ધ્યાન, તેઓ ચતુર્ભુજ વિષ્ણુ પર ધ્યાન ધરતા હતા. એકાએક તેમનું ધ્યાન તૂટ્યું અને તેમણે તેજ રૂપને તેમની સમક્ષ જોયા, તરત જ. શું તે કૃષ્ણ માટે બહુ મુશ્કેલ છે? તેઓ પહેલેથીજ તમારી અંદર છે, અને જો તેઓ બહાર આવે છે...

તેવી જ રીતે જો કૃષ્ણ દરેકના હ્રદયમાં છે, દેવકીના પણ, તો જો તે દેવકીની સામે તેજ ચતુર્ભુજ સ્વરૂપમાં આવે, શું તે કૃષ્ણ માટે બહુ મુશ્કેલ છે? તો લોકો નથી જાણતા. તેથી કૃષ્ણ કહે છે કે: "તમારે સમજવું પડશે: જન્મ કર્મ મે દિવ્યમ (ભ.ગી. ૪.૯), દિવ્ય જન્મ. મારા કાર્યો, મારો જન્મ." તેથી કુંતીદેવી કહે છે કે કૃષ્ણ અજન્મ છે. કૃષ્ણ જન્મ નથી લેતા, પણ કોઈક મૂર્ખાઓને તેવું લાગે છે. તેથી તેઓ કહે છે કે કૃષ્ણએ જન્મ લીધો છે. પણ કૃષ્ણ જન્મ કેમ લે? આગલો પ્રશ્ન તે થાય. તે જવાબ આપેલો છે: પુણ્ય શ્લોકસ્ય કિર્તયે, પુણ્ય શ્લોકસ્ય (શ્રી.ભા. ૧.૮.૩૨). તેઓ કે જે બહુ પુણ્યશાળી છે, આધ્યાત્મિક સમજમાં બહુ ઉન્નત, તેમના યશગાન માટે.