GU/Prabhupada 0940 - આધ્યાત્મિક જગત મતલબ કોઈ કામ નહીં. બસ આનંદ, હર્ષ

Revision as of 12:16, 27 May 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Gujarati Pages - 207 Live Videos Category:Prabhupada 0940 - in all Languages Categ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

730427 - Lecture SB 01.08.35 - Los Angeles

તો અહિયાં આ ભૌતિક જગતમાં, જે જનમ્યું છે, તેણે પોતાની જાતને એવું ના વિચારવું જોઈએ, કે "હું માનનીય મહેમાન કે માનનીય જમાઈ છું." ના. દરેકે કામ કરવું પડશે. તે તમે જુઓ છો, આખી દુનિયા. તમારા દેશમાં રાષ્ટ્રપતિ છે, બધેજ - તે પણ દિવસ રાત સખત કામ કરે છે. નહીં તો તે તેમનું રાષ્ટ્રપતિત્વ રાખી ના શકે. તે શક્ય નથી. સંપૂર્ણ મગજ રાજનૈતિક સમસ્યાઓથી ઘેરાયેલું છે. ઘણી બધી સમસ્યાઓ, ઉપાયો. તેમણે કામ કરવું પડે છે. તેવી જ રીતે, એક માણસ શેરી ઉપર, તેણે પણ કામ કરવું પડે છે. તે પ્રકૃતિ છે, ભૌતિક પ્રકૃતિ. તમારે કામ કરવું જ પડશે. તે આધ્યાત્મિક જગત નથી. આધ્યાત્મિક જગત મતલબ કોઈ કામ નહીં. ફક્ત આનંદ, હર્ષ. તે તમે આ કૃષ્ણ પુસ્તક વાંચીને જુઓ છો. તેઓ કામ નથી કરતાં. કૃષ્ણ વાછરડાઓ અને ગાયો સાથે જાય છે. તે કામ નથી. તે મનોરંજન છે. તે મનોરંજન છે. તેઓ નૃત્ય કરે છે, તેઓ જંગલમાં જાય છે, તેઓ ફક્ત ગંગા કિનારે બેસી રહ્યા છે. કોઈક વાર રાક્ષસો આક્રમણ કરે છે. કૃષ્ણ તેમને મારે છે. આ બધુ આનંદ છે, મનોરંજન. આનંદ મયો અભ્યાસાત. તે આધ્યાત્મિક જગત છે.

જેમ કે, એક આધ્યાત્મિક ક્રિયાનો નમૂનો લો. આપણે... આપણે ઘણી બધી શાખાઓ છે, ઘણા બધા સભ્યો છે, પણ આપણે કામ નથી કરતાં. સરળ, આધ્યાત્મિક જીવનનો નમૂનો. આપણાં પાડોશીઓ ઈર્ષા કરે છે: "કેવી રીતે આ લોકો નૃત્ય કરે છે અને જપ કરે છે અને ખાય છે?" (હાસ્ય) કારણકે તેઓ બિલાડા અને કુતરાની જેમ સખત કામ કરે છે, અને આપણે આવી કોઈ જવાબદારી નથી. આપણે કચેરીએ કે કારખાને નથી જવું પડતું. જરા જુઓ. વ્યાવહારિક ઉદાહરણ. આ આધ્યાત્મિક જગતની એક માત્ર નાની ઝાંખી છે. ફક્ત તમે આધ્યાત્મિક જીવન પર આવવાનો પ્રયાસ કરો. એક નમૂનો. જો નમૂનામાં આટલો બધો આનંદ હોય, નમૂનામાં, જરા વિચારો હકીકત શું હશે. કોઈ પણ સમજી શકે છે. આ વ્યવહારુ છે. તમે આધ્યાત્મિક જીવન લો, અમે આમંત્રિત કરીએ છીએ! "કૃપા કરીને આવો, અમારી સાથે જોડાવો. જપ કરો, અમારી સાથે નૃત્ય કરો. પ્રસાદ ગ્રહણ કરો, ખુશ રહો." "ના, ના, અમે કામ કરીશું." (હાસ્ય) જરા જુઓ. આપણું કાર્ય શું છે? આપણે ફક્ત પ્રચાર કરીએ છીએ, "કૃપા કરીને આવો." "ના." "કેમ?" "હું કુતરા બિલાડાની જેમ કામ કરીશ," બસ તેટલું જ.

તો, જરા સમજવાની કોશિશ કરો. તે આધ્યાત્મિક અને ભૌતિક જીવન વચ્ચે અંતર છે. ભૌતિક જીવન મતલબ તમારે કામ કરવું પડશે. તમારે બળપૂર્વક કરવું પડશે. અવિદ્યા કર્મ સંજ્ઞાયા તૃતીયા શક્તિર ઇષ્યતે (ચૈ.ચ. આદિ ૭.૧૧૯). વિષ્ણુપુરાણમાં કૃષ્ણની શક્તિનું વિશ્લેષણ કરતી વખતે તે કહ્યું છે, વિષ્ણુ શક્તિ પરા પ્રોકતા. વિષ્ણુ, વિષ્ણુની શક્તિ પરા, ઉચ્ચ શક્તિ કે આધ્યાત્મિક શક્તિ. પરા. પરા અને અપરા, જેવુ તમે ભગવદ ગીતામાથી વાંચ્યું છે. અપરેયમ ઇતસ તું વિધિ મે પ્રકૃતિમ પરા (ભ.ગી. ૭.૫). જ્યારે કૃષ્ણ વિશ્લેષણ કરે છે, બે પ્રકારની પ્રકૃતિ, પરા અને અપરા, ઉચ્ચ અને નિમ્ન. આ પણ પ્રકૃતિ છે, ભૂમિ:, આપ:, અનલો, વાયુ:, ભૂમિ, પાણી, અગ્નિ, હવા. તે પણ કૃષ્ણની પ્રકૃતિ છે. કૃષ્ણ કહે છે વિધિ મે પ્રકૃતિ: અષ્ટધા. "આ આઠ પ્રકારની ભૌતિક પ્રકૃતિ, તે મારી છે, તે મારી શક્તિ છે. પણ તે અપરેયમ. પણ તે અપરા શક્તિ છે. અને એક બીજી, પરા શક્તિ છે." "તે શું છે, શ્રીમાન?" જીવભૂત, આ જીવ. અને આ ધૂર્તો, તેઓ નથી જાણતા કે બે પ્રકૃતિ કામ કરી રહી છે - ભૌતિક પ્રકૃતિ અને આધ્યાત્મિક પ્રકૃતિ. આધ્યાત્મિક પ્રકૃતિ આ ભૌતિક જગતમાં છે, તેથી તે કામ કરી રહ્યું છે. નહિ તો ભૌતિક જગત પાસે સ્વતંત્રતાપૂર્વક કામ કરવાની કોઈ શક્તિ નથી. આ સરળ વસ્તુ કહેવાતા વૈજ્ઞાનિકો સમજી નથી શકતા.