GU/Prabhupada 0966 - આપણે ભગવાનને જોઈ શકીએ છીએ જ્યારે આંખો રંગાઈ હોય ભક્તિના આંજણથી: Difference between revisions

(No difference)

Revision as of 19:05, 30 May 2017



Invalid source, must be from amazon or causelessmery.com

720527 - Lecture BG The Yoga System - Los Angeles

તો, આ યોગ વિધિ, ભક્તિયોગ; કેવી રીતે કૃષ્ણ માટે આસક્તિ વધારવી, તે કૃષ્ણ ભાવનામૃત આંદોલનમાં શીખવાડવામાં આવી રહ્યું છે. મૈ આસક્ત મના: પાર્થ યોગમ યુંજન મદ આશ્રય: (ભ.ગી. ૭.૧). આ સંબંધમાં, આપણે આ યોગ પ્રક્રિયા પ્રત્યક્ષ કૃષ્ણ અથવા તેમના પ્રતિનિધિ પાસેથી શીખવાની છે. તે મતલબ છે મદ આશ્રયનો. આપણે શરણ ગ્રહણ કરવી જ પડે...

તો વર્તમાન સમયમાં, કૃષ્ણની પ્રત્યક્ષ શરણ લેવી શક્ય નથી, તેથી આપણે તેમના વિશ્વસનીય પ્રતિનિધિની શરણ ગ્રહણ કરવી પડે. વૈષ્ણવોના ચાર સંપ્રદાય છે. બ્રહ્મ સંપ્રદાય, રુદ્ર સંપ્રદાય, શ્રી સંપ્રદાય, અને કુમાર સંપ્રદાય. તો આપણે આમાથી કોઈ પણ એક સંપ્રદાયની શરણ લેવી પડે, ગુરુ શિષ્ય પરંપરા દ્વારા, અને તેમની પાસેથી ભક્તિયોગ વિધિ શીખવી પડે. તો પછી આપણે સમજીશુ, અથવા જોઈ શકીશું ભગવાનને. ભગવાનને જોવા તે તદ્દન આંખોથી જોવા બરાબર નથી. ભગવાનનું બીજું નામ છે અનુભવ, અનુભૂતિ. બોધ. સાક્ષાત્કાર. તો તેની જરૂર છે. તે બોધ સ્વયમ કૃષ્ણ દ્વારા વિશ્વસનીય ભક્તને કરાવવામાં આવે છે. સેવનમુખે હી જિહવાદૌ સ્વયમ એવ સ્ફુરતિ અદ: (ચૈ.ચ. મધ્ય ૧૭.૧૩૬). કૃષ્ણ, ભગવાન પોતાનો બોધ કરાવે છે. જેમ કે તમે સૂર્યને રાત્રિના અંધકારમાં જોઈ ના શકો. સૂર્ય આકાશમાં છે, પણ એક યા બીજી રીતે, જ્યારે તમારો ગ્રહ બીજી બાજુ છે, અને અંધારું છે, તમે સૂર્યને જોઈ ના શકો. એવું નથી કે સૂર્ય નથી, પણ તમે જોઈ શકતા નથી. તેવી જ રીતે, કૃષ્ણ આપણી સમક્ષ હમેશા હોય છે, પણ આપણે તેમને જોઈ નથી શકતા. જેમ કે કૃષ્ણ જ્યારે તેઓ વ્યક્તિગત રીતે હાજર હતા.. સેંકડો અને લાખો માણસો આ ગ્રહની સપાટી પર હતા, ફક્ત અમુક જ તેમને જોઈ શક્યા, કે તેઓ પૂર્ણ પુરષોત્તમ ભગવાન છે. તો ભગવાન પણ, પૂર્ણ પુરષોત્તમ ભગવાન, કૃષ્ણ કોઇની સમક્ષ આવે છે; તેના માટે તેમને જોવા શક્ય નથી. જોવાની વિધિ અલગ છે. પ્રેમાંજનચ્છુરીત ભક્તિ વિલોચનેન (બ્ર.સં. ૫.૩૮). આપણે ભગવાનને જોઈ શકીએ છીએ જ્યારે આંખો રંગાઈ હોય ભક્તિના આંજણથી. ભગવાનને જોવા માટે આંખો શુદ્ધ થઈ ગઈ છે. તે બોધ છે.