GU/Prabhupada 1006 - અમે જાતિ પ્રથા પ્રસ્તુત નથી કરી રહ્યા: Difference between revisions

 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 9: Line 9:
[[Category:Gujarati Language]]
[[Category:Gujarati Language]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Gujarati|GU/Prabhupada 1005 - કૃષ્ણ ભાવનામૃત વગર, તમને ફક્ત કચરો ઈચ્છાઓ હશે|1005|GU/Prabhupada 1007 - જ્યાં સુધી કૃષ્ણ ભાવનામૃતનો પ્રશ્ન છે, અમે સમાન રીતે વિતરિત કરીએ છીએ|1007}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 17: Line 20:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|BW4QrlvBqf8|અમે જાતિ પ્રથા પ્રસ્તુત નથી કરી રહ્યા<br/>- Prabhupāda 1006}}
{{youtube_right|S1F71IdZWOY|અમે જાતિ પ્રથા પ્રસ્તુત નથી કરી રહ્યા<br/>- Prabhupāda 1006}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->


Line 51: Line 54:
સેંડી નિકસોન: હું તેને ચોક્કસપણે નથી શોધી શકતી. પણ બ્રહ્મ...  
સેંડી નિકસોન: હું તેને ચોક્કસપણે નથી શોધી શકતી. પણ બ્રહ્મ...  


પ્રભુપાદ: બ્રહ્માનંદ. કોણે કહ્યું કે આ જાતિ પ્રથા છે? કોઈ જાતિ પ્રથા નથી. ચાતુર વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશ: ([[Vanisource:BG 4.13|ભ.ગી. ૪.૧૩]]). ગુણ અને કર્મ અનુસાર, માણસોના ચાર વિભાજન હોય છે. જેમ કે તમે સમજી શકો કે ઇજનેરો હોય છે અને ડોક્ટરો હોય છે. તો શું તમે તેમને જાતિ તરીકે લો છો? "ઓહ, તે ઇજનેર જાતિ છે. તે ડોક્ટર જાતિ છે." શું તમે તેવું કહો છો?  
પ્રભુપાદ: બ્રહ્માનંદ. કોણે કહ્યું કે આ જાતિ પ્રથા છે? કોઈ જાતિ પ્રથા નથી. ચાતુર વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશ: ([[Vanisource:BG 4.13 (1972)|ભ.ગી. ૪.૧૩]]). ગુણ અને કર્મ અનુસાર, માણસોના ચાર વિભાજન હોય છે. જેમ કે તમે સમજી શકો કે ઇજનેરો હોય છે અને ડોક્ટરો હોય છે. તો શું તમે તેમને જાતિ તરીકે લો છો? "ઓહ, તે ઇજનેર જાતિ છે. તે ડોક્ટર જાતિ છે." શું તમે તેવું કહો છો?  


સેંડી નિકસોન: હું કહેવા નથી માંગતી કે હું શું અનુભવું છું, કારણકે હું તમને રેકોર્ડ કરી રહી છું. (હાસ્ય)  
સેંડી નિકસોન: હું કહેવા નથી માંગતી કે હું શું અનુભવું છું, કારણકે હું તમને રેકોર્ડ કરી રહી છું. (હાસ્ય)  

Latest revision as of 00:20, 7 October 2018



750713 - Conversation B - Philadelphia

સેંડી નિકસોન: શું તમે પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છો... મને આ પ્રશ્ન બે અલગ અલગ રીતે પૂછવાની ઈચ્છા છે. સૌ પ્રથમ હું પૂછીશ એક રીતે કે, એક અર્થમાં, ખોટું છે. કદાચ હું તેને બસ આ રીતે પૂછીશ અને બસ તમારો ઉત્તર લઇશ. શું તમે પાશ્ચાત્ય દેશમાં તે ચેતના પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરો છો... શું તમે જૂની ભારતીય જાતિ પ્રથાને પાશ્ચાત્યમાં પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છો? હું પ્રશ્ન પૂછી રહી છું...

પ્રભુપાદ: તમને ક્યાં એવું લાગ્યું કે અમે જાતિ પ્રથા પુનર્જીવિત કરી રહ્યા છીએ? તમે ક્યાં જોયું? સૌ પ્રથમ મને જણાવો. તમે આ પ્રશ્ન કેમ પૂછી રહ્યા છો? જો તમે જોયું હોય કે અમે ભારતીય જાતિ પ્રથા પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, તો તમે કહી શકો છો. પણ જો આવો કોઈ પ્રયાસ ના હોય, તો તમે આ પ્રશ્ન કેમ પૂછી રહ્યા છો?

સેંડી નિકસોન: કારણકે ઘણા બધા લોકો રુચિ ધરાવે છે, અને જે કારણે મે પ્રશ્ન પૂછ્યો હોય...

પ્રભુપાદ: ના, ના, ઘણા બધા લોકો - તમે પણ તેમાના એક છો. તો તમને ક્યાથી એવું લાગ્યું કે અમે જાતિ પ્રથાને પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ? સૌ પ્રથમ શોધો કે પ્રયાસ ક્યાં છે. પછી તમે પ્રશ્ન પૂછો. નહિતો તે અપ્રાસંગિક પ્રશ્ન છે.

સેંડી નિકસોન: ગીતા જાતિ પ્રથા વિશે કહે છે.

પ્રભુપાદ: હું?

સેંડી નિકસોન: ગીતા જાતિ પ્રથા વિશે કહે છે.

પ્રભુપાદ: ગીતા, શું કહે છે, તમે જાણો છો?

સેંડી નિકસોન: ચાર જાતિઓ અને એક અછૂત જાતિ.

પ્રભુપાદ: તે શું છે? કોના આધારે?

સેંડી નિકસોન: હું તેને ચોક્કસપણે નથી શોધી શકતી. પણ બ્રહ્મ...

પ્રભુપાદ: બ્રહ્માનંદ. કોણે કહ્યું કે આ જાતિ પ્રથા છે? કોઈ જાતિ પ્રથા નથી. ચાતુર વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશ: (ભ.ગી. ૪.૧૩). ગુણ અને કર્મ અનુસાર, માણસોના ચાર વિભાજન હોય છે. જેમ કે તમે સમજી શકો કે ઇજનેરો હોય છે અને ડોક્ટરો હોય છે. તો શું તમે તેમને જાતિ તરીકે લો છો? "ઓહ, તે ઇજનેર જાતિ છે. તે ડોક્ટર જાતિ છે." શું તમે તેવું કહો છો?

સેંડી નિકસોન: હું કહેવા નથી માંગતી કે હું શું અનુભવું છું, કારણકે હું તમને રેકોર્ડ કરી રહી છું. (હાસ્ય)

પ્રભુપાદ: હું તમને પૂછું છું. હું તમને પૂછું છું...

સેંડી નિકસોન: ઠીક છે, મને લાગે છે કે જાતિઓ હમેશા હોય જ છે. બસ એટલું છે કે આપણે તે હકીકતને ઓળખતા નથી કે તે છે.

પ્રભુપાદ: ના, ઓળખવું મતલબ જો એક માણસ યોગ્ય ડોક્ટર હોય તો આપણે તેનો ડોક્ટર તરીકે સ્વીકાર કરીએ છીએ. અને જો એક માણસ યોગ્ય ઇજનેર હોય, આપણે તેનો ઇજનેર તરીકે સ્વીકાર કરીએ છીએ. તેવી જ રીતે, ભગવદ ગીતા સલાહ આપે છે - સલાહ નથી આપતું; તે ત્યાં છે જ - ચાર વર્ગોના માણસો છે - સૌથી બુદ્ધિશાળી વર્ગના માણસો, શાસક વર્ગના માણસો, ઉત્પાદક વર્ગના માણસો અને સાધારણ કામદારો. તે પહેલેથી જ છે. ભગવદ ગીતા કહે છે કેવી રીતે તેમનું વર્ગિકરણ થવું જોઈએ, કે "તે આ વર્ગનો છે, તે પેલા વર્ગનો છે." તે ભગવદ ગીતામાં વર્ણિત છે, જન્મથી નહીં, વારસાગત, એક વ્યક્તિ જાતિ બને છે. તમે ગેરસમજ કરવાનો પ્રયત્ન ના કરો. વર્ગિકરણ પહેલેથી જ છે: એક વર્ગના માણસો, બહુ જ બુદ્ધિશાળી. શું તે માનવ સમાજમાં નથી? શું તમે વિચારો છો કે બધા જ માણસો સમાન બુદ્ધિશાળી છે? શું તમે વિચારો છો? એક વર્ગ હોવો જ જોઈએ, બહુ જ બુદ્ધિશાળી વર્ગ. તો બુદ્ધિશાળી વર્ગના લક્ષણો શું છે? તે ભગવદ ગીતામાં વર્ણિત છે. પ્રથમ વર્ગનો બુદ્ધિશાળી માણસ છે જે તેનું મન નિયંત્રિત કરી શકે છે, જે તેની ઇન્દ્રિયો નિયંત્રિત કરી શકે છે, જે બહુ સત્યવાદી હોય છે, બહુ જ સ્વચ્છ, બહુ જ સરળ, બહુ જ સહનશીલ, જ્ઞાનમાં બહુ જ વિકસિત, જ્ઞાનને જીવનમાં વ્યવહારિક રીતે લાગુ પાડવું, અને ભગવાનમાં અગાઢ શ્રદ્ધા. આ પ્રથમ વર્ગનો માણસ છે. તો તે ભારતમાં જ નહીં, જ્યાં પણ તમે આ બધા ગુણો જોશો, તે પ્રથમ વર્ગનો માણસ છે.

તો અમે તેને પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરીએ છીએ, કે પ્રથમ વર્ગના માણસ વગર, સમાજ બેકાર છે. તો પ્રથમ વર્ગના માણસો હોય છે. તમે પ્રશિક્ષણ આપો. જેમ કે એક છોકરો બુદ્ધિશાળી છે; છતાં, તેને શાળા, કોલેજમાં પ્રશિક્ષણની જરૂર પડે છે. પછી તે તેનું પ્રથમ વર્ગનું મગજ જાળવે છે, પ્રથમ વર્ગનું પદ. તો તે પ્રથમ વર્ગનો માણસ છે. હવે આપણે તેમને યોગ્ય રીતે પ્રશિક્ષણ આપવું પડે કે કેવી રીતે મનના નિયંત્રક બનવું, કેવી રીતે ઇન્દ્રિયોના નિયંત્રક બનવું, કેવી રીતે સત્યવાદી બનવું, કેવી રીતે આંતરિક રીતે, બાહ્ય રીતે સ્વચ્છ બનવું, કેવી રીતે જ્ઞાનમાં પૂર્ણ બનવું, કેવી રીતે જ્ઞાનને વ્યવહારિક જીવનમાં લાગુ પાડવું, કેવી રીતે ભગવદ ભાવનાભાવિત બનવું. આ પ્રશિક્ષણ છે... એક પ્રથમ વર્ગનો માણસ લઈ શકે, જેમ કે આ બધા બાળકો લઈ રહ્યા છે. તેમને તેમનું પ્રથમ વર્ગનું મગજ હતું, અને હવે તેમનું પ્રશિક્ષણ થઈ રહ્યું છે. તેની જરૂર છે: પ્રશિક્ષિત પ્રથમ વર્ગના માણસો. તે પ્રશિક્ષણની જરૂર છે.

તો અમે જાતિ પ્રથાને પ્રસ્તુત નથી કરી રહ્યા, કે કોઈ પણ બ્રાહ્મણ પરિવારમાં જન્મેલો ધૂર્ત, તે બ્રાહ્મણ બની જાય છે. અમે તેનો સ્વીકાર નથી કરતાં. એક માણસ જે બ્રાહ્મણમાં પ્રથમ વર્ગનું પ્રશિક્ષણ મેળવે છે, અમે તેનો સ્વીકાર કરીએ છીએ. તેનો ફરક નથી પડતો કે તે ભારતમાથી છે કે યુરોપમાથી કે અમેરિકામાથી. તેનો ફરક નથી પડતો. અમે આ પ્રથાને પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તે ભગવદ ગીતામાં કહેલું છે. જાતિ પ્રથા મતલબ એક માણસ એક બ્રાહ્મણ પરિવારમાં જન્મ થયેલો છે, અને જો આદતોથી તે પાંચમા વર્ગનો છે, અને તેનો સ્વીકાર જન્મને કારણે પ્રથમ વર્ગના માણસ તરીકે થાય છે. તેવી જ રીતે, એક વ્યક્તિ, બહુ જ બુદ્ધિશાળી, તેને બધી જ પ્રથમ વર્ગની આદતોમાં ઢાળી શકાય છે, પણ કારણકે તે શુદ્ર પરિવારમાં જન્મેલો છે, તે શુદ્ર છે. અમારે આ બકવાસ બંધ કરવું છે. અમે પ્રથમ વર્ગના મગજને ઉપાડીએ છીએ અને પ્રશિક્ષણ આપીએ છીએ કેવી રીતે પ્રથમ વર્ગના માણસો બનવું. આ અમારું કાર્ય છે. એવું નહીં કે આ કચરો વસ્તુને પ્રસ્તુત કરવું. ના, અમે તે પ્રસ્તુત નથી કરી રહ્યા. નહિતો હું કેમ જનોઈ આપી રહ્યો છું? હવે જરા જુઓ. કોઈ પણ વ્યક્તિ ભારતમાથી, તે સમજી જશે કે તે પ્રથમ વર્ગનો બ્રાહ્મણ છે. અમે તેવું પ્રશિક્ષણ આપી રહ્યા છે.