GU/Prabhupada 1009 - જો તમે ગુરુનો ભગવાન તરીકે આદર કરતાં હોય, તમારે તેમને ભગવાનની સુવિધાઓ આપવી જ જોઈએ: Difference between revisions

 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 9: Line 9:
[[Category:Gujarati Language]]
[[Category:Gujarati Language]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Gujarati|GU/Prabhupada 1008 - મારા ગુરુ મહારાજે મને આદેશ આપ્યો 'જા અને આ સંપ્રદાયનો પાશ્ચાત્ય દેશોમાં પ્રચાર કર'|1008|GU/Prabhupada 1010 - તમે લાકડું, પથ્થર જોઈ શકો. તમે જોઈ ના શકો કે આત્મા શું છે|1010}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 17: Line 20:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|Yp0HlIDchFY|જો તમે ગુરુનો ભગવાન તરીકે આદર કરતાં હોય, તમારે તેમને ભગવાનની સુવિધાઓ આપવી જ જોઈએ<br/>- Prabhupāda 1009}}
{{youtube_right|4av_zjTFYLE|જો તમે ગુરુનો ભગવાન તરીકે આદર કરતાં હોય, તમારે તેમને ભગવાનની સુવિધાઓ આપવી જ જોઈએ<br/>- Prabhupāda 1009}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 00:20, 7 October 2018



750713 - Conversation B - Philadelphia

એને જેકસન: તમે કહ્યું છે કે તમે બહુ જ તુચ્છ છો અને તમે ભગવાન નથી, અને છતાં મને તેવું લાગે છે એક બહારની વ્યક્તિ તરીકે કે ભક્તો તમારી સાથે વ્યવહાર કરે છે જાણે કે તમે ભગવાન હોવ.

પ્રભુપાદ: હા, તે ભક્તનું કર્તવ્ય છે. જેમ કે એક સરકારી કર્મચારી. વ્યક્તિગત રીતે તે બહુ મહત્વપૂર્ણ નથી, પણ જ્યાં સુધી તે સરકારના આદેશનો અમલ કરે છે, તેનો સરકાર તરીકે આદર થવો જોઈએ. તે રીત છે. એક સાધારણ પોલીસ કર્મચારી પણ આવે, તમારે તેનો આદર કરવો પડે કારણકે તે સરકારનો માણસ છે. પણ તેનો મતલબ તે નથી કે તે સરકાર છે. તેનો આદર થાય છે. સાક્ષાદ હરિત્વેન સમસ્ત શાસ્ત્રૈર ઉક્તસ તથા ભાવ્યત એવ સદભિ: જો એક માણસ વિચારે કે "હું સરકાર બની ગયો છું. લોકો મને આદર આપે છે," તો તે મૂર્ખ છે. તો... પણ તે શિષ્ટાચાર છે. જો સરકારી માણસ આવે, તેનો સરકાર તરીકે આદર થવો જોઈએ.

એને જેકસન: તે જ ખ્યાલ પર, હું ઘણી બધી ભૌતિક વસ્તુઓ વિશે વિચારું છું, જે ભક્તો તમારી પાસે લાવે છે, અને, ઉદાહરણ તરીકે, જ્યારે તમે વિમાનમથક છોડયું, તમે એક સુંદર, મોટી, ગાડીમાં ગયા, અને હું આના વિશે વિચારું છું કારણકે...

પ્રભુપાદ: તે શિક્ષા છે તેમને કેવી રીતે આદર આપવો. જો તમે સરકારી માણસને સરકાર તરીકે આદર આપો, તો તમારે તેની સાથે તે રીતે વ્યવહાર પણ કરવો જોઈએ.

એને જેકસન: પણ...

પ્રભુપાદ: જો તમે ગુરુનો ભગવાન તરીકે આદર કરતાં હોય, તો તમારે તેમને ભગવાનની સુવિધાઓ આપવી જ જોઈએ નહિતો તમે કેવી રીતે તેમને ભગવાન ગણો છો? ફક્ત મનમાં? કાર્યમાં પણ.

એને જેકસન: મને માફ કરશો. તમે છેલ્લે શું કહ્યું?

પ્રભુપાદ: જો ગુરુને ભગવાન ગણવામાં આવે છે, તો વ્યક્તિએ બતાવવું પડે, વ્યવહારિક રીતે બતાવવું, કે તે ભગવાન તરીકે વ્યવહાર કરી રહ્યો છે. તો ભગવાન સોનાની ગાડીમાં પ્રવાસ કરે છે. તો જો ગુરુને સાધારણ મોટરગાડી આપવામાં આવે, તો છતાં તે પર્યાપ્ત નથી, કારણકે તેમની સાથે ભગવાન તરીકે વ્યવહાર થવો જોઈએ. આ મોટરગાડી ભગવાન માટે શું છે? (હાસ્ય) તે હજુ પ્રયાપ્ત નથી. જો ભગવાન તમારા ઘરે આવે, શું તમે તેમને સાધારણ ગાડીમાં લાવશો કે તમે એક સોનાની ગાડીની વ્યવસ્થા કરશો, જો તમે તેમને ભગવાન ગણતાં હોય? તો તમારો મુદ્દો છે કે તે લોકો મને સારી મોટરગાડી આપે છે, પણ હું કહું છું કે તે પર્યાપ્ત નથી. તે હજુ પણ ભગવાન તરીકે વ્યવહાર કરવામાં ખૂટે છે. વ્યવહારિક બનો.

એને જેકસન: ગઈ કાલે હું એક ન્યુ યોર્કના ભક્તને મળી જેણે કહ્યું કે તહેવારમાં બીજા ગ્રહમાથી ઘણા બધા લોકો હાજર હતા, અને તમે તેમને જોઈ શકતા હતા. શું તે સાચું છે?

પ્રભુપાદ: હા, હા. દરેક વ્યક્તિ જોઈ શકે છે. જો તમારી પાસે આંખો હોય, તમે પણ જોઈ શકો છો. પણ જો તમારી પાસે કોઈ આંખો ના હોય, તેથી તમે ઈર્ષાળુ છો કારણકે તે લોકોએ મને એક સારી મોટરગાડી આપી હતી. તો તમારે તમારી આંખો બનાવવી પડે જોવા માટે. એક આંધળો માણસ જોઈ ના શકે. જોવા માટે આંખોનો ઉપચાર કરવો પડે.

એને જેકસન: શું તે બીજી ઇન્દ્રિયો માટે પણ સાચું છે?

પ્રભુપાદ: દરેક ઇન્દ્રિયો. જો તમારે કશું જોવું છે, તમારું પ્રશિક્ષણ થવું જ જોઈએ કે કેવી રીતે જોવું. જેમ કે એક વૈજ્ઞાનિક માઇક્રોસ્કોપથી કશું જોઈ રહ્યો છે. અને તમારે ખુલ્લી આંખોથી જોવું છે. તે કેવી રીતે શક્ય છે? તમારે તે વિધિનું પાલન કરવું પડે. પછી તમે બધુ જોઈ શકો.