GU/Prabhupada 1051 - મારી પાસે કોઈ સામર્થ્ય નથી, પણ મે મારા ગુરુના શબ્દોને મારા પ્રાણ અને આત્મા તરીકે લીધા: Difference between revisions

(No difference)

Revision as of 11:50, 18 September 2017



750712 - Lecture SB 06.01.26-27 - Philadelphia

પ્રભુપાદ: શું તમે રોજ ગાતા નથી? પણ શું તમે અર્થ સમજો છો? કે તમે ફક્ત ગાઓ જ છો? અર્થ શું છે? કોણ સમજાવશે? હું? કોઈ જાણે છે? હા, શું અર્થ છે?

ભક્ત: મારી એક માત્ર ઈચ્છા છે કે મારૂ મન મારા ગુરુના મુખમાથી આવતા શબ્દોથી શુદ્ધ બને. મને બીજી કોઈ વસ્તુ માટે કોઈ ઈચ્છા નથી."

પ્રભુપાદ: હા. આ આજ્ઞા છે. ગુરુ મુખ પદ્મ વાક્ય, ચિત્તેતે કોરીયા ઐક્ય. હવે, ચિત્ત મતલબ ચેતના, અથવા હ્રદય. "હું ફક્ત આ જ કરીશ, બસ. મારા ગુરુ મહારાજે મને કહ્યું છે; હું આ કરીશ." ચિત્તેતે કોરીયા ઐક્ય, આર ના કોરીહો મને આશા. તો તે મારૂ અભિમાન નથી, પણ હું કહી શકું છું, તમારી શિક્ષા માટે, મે તે કર્યું છે. તેથી જે પણ થોડી ઘણી સફળતા તમે જુઓ છો મારા બધા ગુરુભાઈઓ કરતાં, તે આને કારણે છે. મારી પાસે કોઈ સામર્થ્ય નથી, પણ મે મારા ગુરુના શબ્દોને મારા પ્રાણ અને આત્મા તરીકે લીધા. તો આ હકીકત છે. ગુરુ મુખ પદ્મ વાક્ય, ચિત્તેતે કોરીયા ઐક્ય. દરેક વ્યક્તિએ તે કરવું જોઈએ. પણ જો તે સુધારા, વધારા કરશે, તો તે સમાપ્ત થઈ જાય છે. કોઈ સુધારો, વધારો નહીં. તમારે ગુરુ પાસે જવું જોઈએ - ગુરુ મતલબ ભગવાન, કૃષ્ણ, નો વિશ્વાસપાત્ર સેવક - અને કેવી રીતે તેમની સેવા કરવી તે તેમના શબ્દોમાં જાણો. પછી તમે સફળ છો. જો તમે તર્ક કરો, "હું મારા ગુરુ કરતાં વધુ બુદ્ધિશાળી છું, અને હું સુધારો અથવા વધારો કરી શકું છું," તો તમે સમાપ્ત થઈ જાઓ છો. તો તે એક જ છે. અને હવે, આગળ ગાઓ.

ભક્ત: શ્રી ગુરુ ચરણે રતિ, એઈ સે ઉત્તમ ગતિ.

પ્રભુપાદ: શ્રી ગુરુ ચરણે રતિ, એઈ સે, ઉત્તમ ગતિ. જો તમારે સાચી પ્રગતિ કરવી હોય, તો તમારે ગુરુના ચરણ કમળ પર નિષ્ઠાપૂર્વક સ્થિત રહેવું પડે. પછી?

ભક્ત: જે પ્રસાદે પૂરે સર્વ આશા.

પ્રભુપાદ. જે પ્રસાદે પૂરે સર્વ આશા. યસ્ય પ્રસાદાત... આ આખા વૈષ્ણવ સિદ્ધાંતની શિક્ષા છે. તો જ્યાં સુધી આપણે તે કરીએ નહીં, આપણે મૂઢ રહીએ છીએ, અને આ અજામિલ ઉપાખ્યાનમાં સમજાવેલું છે. તો આજે આપણે આ શ્લોક વાંચી રહ્યા છીએ, સ એવમ વર્તમાન: અજ્ઞા: (શ્રી.ભા. ૬.૧.૨૭). ફરીથી તેઓ કહે છે. ફરીથી વ્યાસદેવ કહે છે કે "આ ધૂર્ત સ્થિત હતો..., તેનો પુત્ર, નારાયણ જેનું નામ હતું, તેની સેવામાં લીન હતો." તે જાણતો ન હતો, "આ નારાયણ અર્થહીન શું છે?" તે તેના પુત્રને જાણતો હતો. પણ નારાયણ એટલા દયાળુ છે કે કારણકે તે નિરંતર તેના પુત્રને બોલાવતો હતો, "નારાયણ, અહિયાં આવ, નારાયણ, આ લે," તો કૃષ્ણ એવી રીતે લેતા હતા કે "તે નારાયણ જપ કરી રહ્યો છે." કૃષ્ણ એટલા દયાળુ છે. તેણે ક્યારેય અર્થ ન હતો કર્યો કે "હું નારાયણ પાસે જાઉં છું." તેને તેનો પુત્ર જોઈતો હતો, કારણકે તે પ્રેમાળ હતો. પણ તેને નારાયણના પવિત્ર નામનો જપ કરવાની તક મળી. આ એનું સદભાગ્ય છે. તેથી, આના પ્રમાણે, આપણે નામ બદલીએ છીએ. શા માટે? કારણકે દરેક નામ કૃષ્ણના સેવક બનવા માટે જ છે. તો જેમ કે ઉપેન્દ્ર. ઉપેન્દ્ર મતલબ વામનદેવ. તો જો તમે બોલો "ઉપેન્દ્ર, ઉપેન્દ્ર," અથવા તેવી જ રીતે, તે નામ ગણવામાં આવે છે. તો તે પછીથી સમજાવવામાં આવશે.

તો અહી પણ તે કહ્યું છે... પહેલા શ્લોકમાં તે કહ્યું છે મૂઢ (શ્રી.ભા. ૬.૧.૨૬), અને બીજ શ્લોકમાં પણ તે કહ્યું છે, સ એવમ વર્તમાન: અજ્ઞ: (શ્રી.ભા. ૬.૧.૨૭)અજ્ઞ મતલબ ધૂર્ત. મૂઢ મતલબ ધૂર્ત. અજ્ઞ મતલબ અજ્ઞાની, અજ્ઞાની, જેને કોઈ જ્ઞાન નથી. જ્ઞ મતલબ જેની પાસે જ્ઞાન છે. અજ્ઞ મતલબ જેને કોઈ જ્ઞાન નથી. મૃત્યુ કાલ ઉપસ્થિતે તો આ ભૌતિક જગતમાં દરેક વ્યક્તિ, તે મૂઢ, અજ્ઞ છે. તે પરવાહ નથી કરતો કે "મને મૃત્યુ આવશે. જ્યારે બધુ જ સમાપ્ત થઈ જશે, મારી બધી યોજનાઓ, મારી બધી સંપત્તિઓ, બધુ જ, સમાપ્ત થઈ જશે." તે જાણતો નથી. તે જાણે છે, પણ તે આ વસ્તુઓને જોવાની દરકાર નથી કરતો. તેથી દરેકને મૂઢ અને અજ્ઞ કહેવામા આવ્યો છે. પછી, મૃત્યુ આવવાના છતાય, મતિમ ચકાર તનયે બાલે નારાયણાહ્વયે. તે અનુભવ કરી રહ્યો છે, "હવે હું મરી રહ્યો છું; મૃત્યુ નિકટ છે." છતાં, તે તેના તે બાળક વિશે વિચારી રહ્યો છે. સો યમ યમ વાપી સ્મરણ લોકે ત્યજતી અંતે (ભ.ગી. ૮.૬). તેને એક બાળક છે. તેનું નામ નારાયણ છે.

હવે, તેની સ્થિતિ અલગ છે. પણ જો હું આવી રીતે અસરગ્રસ્ત હોઉ, તેવી જ રીતે મારા કુતરા પ્રત્યે પ્રેમાળ, તો મારી સ્થિતિ શું છે? અથવા કઈ પણ. સ્વાભાવિક રીતે, હું મારા કુતરા વિશે વિચારીશ, અને તરત જ મને બીજું શરીર મળશે કુતરા જેવુ, અથવા કુતરાનું. આ પ્રકૃતિનો નિયમ છે. યમ યમ વાપી સ્મરણ લોકે ત્યજતી અંતે કલેવરમ. તે સમયે... કસોટી હશે મૃત્યુ સમયે, કયા પ્રકારનું શરીર તમને મળશે. તો યમ યમ વાપી સ્મરણ ભાવમ. જેમ કે તે તેના પુત્ર પ્રત્યે બહુ પ્રેમાળ છે. તે તેના પુત્ર વિશે વિચારી રહ્યો છે. તેવી જ રીતે, જો તમે તમારા કુતરા કે બીજા કોઈ પ્રત્યે ખૂબ જ પ્રેમાળ હશો, તમે તે સમયે તે વિચારશો. તેથી હરે કૃષ્ણનો અભ્યાસ કરો, જેથી મૃત્યુ સમયે તમે કૃષ્ણ વિશે વિચારી શકો અને તમારું જીવન સફળ થાય.

આપનો ખૂબ ખૂબ આભાર.

ભક્તો: જય પ્રભુપાદ.