"આ દુનિયા જેના પર આપણે ઊભા છીએ, આ મંચ જ, આ પણ સમાપ્ત થઈ જશે. તે આ ભૌતિક પ્રકૃતિનો નિયમ છે. કોઈ વસ્તુ પણ અસ્તિત્વમાં નહીં રહે. કોઈ પણ વસ્તુ ચાલુ નહીં રહે. દરેક વસ્તુ સમાપ્ત થઈ જશે. જેમ કે આપણું, આ શરીર સમાપ્ત થઈ જશે. હવે મારી પાસે આ સુંદર શરીર છે. ધરોકે સિત્તેર વર્ષ, મારી ઉમ્મર, સિત્તેર વર્ષ પહેલા, શરીરનું કોઈ અસ્તિત્વ ન હતું, અને, કહો કે, પાંચ અથવા દસ વર્ષ પછી શરીરનું કોઈ અસ્તિત્વ નહીં રહે, તો સિત્તેર અથવા એસી વર્ષો માટેનું આ શરીરનું ઉદ્ભવ. તો આ ભૌતિક જગતની સાપેક્ષમાં ઉદ્ભવ શું છે, ઘણી બધી વસ્તુઓ આવી રહી છે? જેમ કે દરિયાના મોજા."
|