GU/660720 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"ભગવાન બુદ્ધને શ્રીમદ ભાગવતમમાં કૃષ્ણના અવતાર તરીકે સ્વીકારવામાં આવ્યા છે. તો આપણે, હિન્દુઓ, આપણે ભગવાન બુદ્ધને ભગવાનના અવતાર તરીકે પૂજીએ છીએ. એક મહાન કવિ, વૈષ્ણવ કવિ, દ્વારા એક સુંદર શ્લોક ગાવામાં આવ્યો છે. તમને સાંભળીને આનંદ થશે, હું તે ગાઈશ.
આ શ્લોકનો તાત્પર્ય છે 'હે ભગવાન કૃષ્ણ, તમે ભગવાન બુદ્ધનું રૂપ લીધું છે, નિર્દોષ પ્રાણીઓ પર દયા રાખીને'. કારણકે ભગવાન બુદ્ધનો પ્રચાર હતો પ્રાણી હત્યા બંધ કરવી. અહિંસા. તેમનો મુખ્ય ઉદેશ્ય હતો પ્રાણી હત્યા બંધ કરાવવી." |
660720 - ભાષણ - ભ.ગી. ૪.૬-૮ - ન્યુ યોર્ક |