GU/661203 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"શ્રીમદ ભાગવતમમાં બાર સ્કંધો છે. દસમા સ્કંધમાં કૃષ્ણનો અવતાર છે અને તેમના કાર્યોનું વર્ણન છે, દસમા સ્કંધમાં. અને ભગવાન કૃષ્ણના કાર્યો અને જીવન પહેલા, નવ સ્કંધો છે. તો શા માટે? હવે, દશમે દશમમ લક્ષ્યમ આશ્રિતાશ્રય વિગ્રહમ. હવે, કૃષ્ણને સમજવા માટે, આપણે સમજવું પડે કે આ સૃષ્ટિ શું છે, કેવી રીતે આ સૃષ્ટિ ચાલી રહી છે, કાર્યો શું છે, આધ્યાત્મિક જ્ઞાન શું છે, તત્વજ્ઞાન શું છે, વૈરાગ્ય શું છે, મુક્તિ શું છે. આ બધી વસ્તુઓ આપણે બહુ જ સરસ રીતે સમજવી પડે. આ પૂર્ણ રીતે સમજ્યા પછી, પછી તમે કૃષ્ણને સમજી શકો." |
661203 - ભાષણ - ચૈ.ચ. મધ્ય ૨૦.૧૪૬-૧૫૧ - ન્યુ યોર્ક |