GU/670102c ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્ક માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"વાસ્તવમાં તમે જોઈ શકો છો કે, તે વૃંદાવન-ધામ, તે સ્થળ જમીનનું એક નાનું સ્થળ છે, લગભગ ચોર્યાસી માઇલ વિસ્તાર, પરંતુ કોઈ પણ વ્યક્તિ, અને તે ગમે તેટલો નાસ્તિક કેમ ન હોય, અને ગમે તેટલો બેકાર કેમ ન હોય, જો તે જગ્યાએ તે જાય, તો તે કૃષ્ણની હાજરી અનુભવે છે. હજુ પણ. હજુ પણ, ફક્ત ત્યાં જવાથી, તે તરત જ તેનો વિચાર બદલી નાખશે કે "અહીં ભગવાન છે." તે સ્વીકારી લેશે. હજુ પણ. જો તમે ઈચ્છો, તમે ભારત જઈ શકો છો અને તમે જોઈ શકો છો, એક પ્રયોગ કરો. તો, જો કે વૃંદાવન એ..., સાકારવાદી માટેનું સ્થાન છે, હવે ભારતની તમામ નિરાકારવાદી સંસ્થાઓ, તેઓ વૃંદાવનમાં તેમના આશ્રમ બનાવી રહ્યા છે. કારણકે તેઓ ક્યાંય પણ ભગવાનની ભાવના પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયા છે, તેથી તેઓ વૃંદાવન આવી રહ્યા છે. તે આટલું સરસ સ્થળ છે."
670102 - ભાષણ - ચૈ.ચ. મધ્ય ૨૦.૩૯૧-૪૦૫ - ન્યુ યોર્ક‎