"આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી, આ યુગના, કલિયુગના, લોકો દુર્ભાગ્યશાળી છે. તેમનું વર્ણન શ્રીમદ ભાગવતમમાં આપવામાં આવ્યું છે, બીજો અધ્યાય, પહેલો સ્કંધ (શ્રી.ભા. ૧.૨), કે લોકો અલ્પજીવી છે, તેમની જીવન અવધિ ખૂબ જ ટૂંકી છે, અને તેઓ આધ્યાત્મિક સાક્ષાત્કારના વિષયમાં ખૂબ જ ધીમા છે. મનુષ્ય જીવન ખાસ કરીને આધ્યાત્મિક સાક્ષાત્કાર માટે છે, પણ તેઓ જીવનનો ધ્યેય ભૂલી ગયા છે. તેઓ આ શરીર, કે જે તેઓ નથી, તેની જરૂરિયાતોનું પાલન કરવા માટે ખૂબ જ ગંભીર છે. અને જો કોઈ વ્યક્તિ આધ્યાત્મિક સાક્ષાત્કારમાં સ્વાદ લેવા માટે થોડો ઘણો રુચિ ધરાવતો હોય, તે ગેરમાર્ગે દોરવાય છે."
|