"તો જો કૃષ્ણ દરેક વસ્તુના સ્રોત છે, તો પછી જો તમે કૃષ્ણને પ્રેમ કરો છો, તો તમે બ્રહ્માંડને પ્રેમ કરો છો. ખરેખર તેવું જ છે. જો તમે તમારા પિતાને પ્રેમ કરો છો, તો તમે તમારા ભાઈને પ્રેમ કરો છો. જો તમે તમારા દેશને પ્રેમ કરો છો, તો તમે તમારા દેશવાસીઓને પ્રેમ કરો છો. માની લો કે આપણે વિદેશમાં છીએ, અને અહીં એક સજ્જન ભારતનો છે; હું ભારતનો છું. તો સ્વાભાવિક રીતે આપણે પૂછીએ, "ઓહ, તમે ભારતથી આવ્યા છો? તમે ભારતના કયા ભાગમાંથી આવો છો?" તે વ્યક્તિ માટે કેમ આકર્ષણ? કારણ કે હું ભારતને પ્રેમ કરું છું. અને કારણ કે તે ભારતીય છે, તેથી હું તેને પ્રેમ કરું છું. તો પ્રેમની શરૂઆત મૂળથી થાય છે."
|