"અત્યારે તમે તમારા કાર્યથી સુખી થવાનો પ્રયાસ કરી રહ્યા છો. દરેક વ્યક્તિ તેના કાર્યથી સુખી થવાનો પ્રયાસ કરી રહ્યો છે. એક માણસ, સામાન્ય કામદાર, તે પણ કાર્ય કરીને સુખી થવાનો પ્રયત્ન કરી રહ્યો છે, અને એક મોટો મૂડીવાદી પણ તેનું કાર્ય કરીને સુખી થવાનો પ્રયાસ કરી રહ્યો છે. પણ ભગવદ્ ગીતા કહે છે કે તેઓ કયા અર્થમાં સુખી થવાનો પ્રયત્ન કરી રહ્યા છે? તેઓ શરીર કે ઈન્દ્રિય સંતોષથી સુખી થવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ તમે તમારી ઇન્દ્રિયોને તૃપ્ત કરવામાં ક્યાં સુધી સક્ષમ રહેશો? તમારી રુચિ જુદી છે: ઇન્દ્રિય તૃપ્તિ નહીં. તમારી રુચિ એ છે કે તમારે તે શોધવાનું છે કે તમે શું છો. તેથી ભગવદ્ ગીતામાં તેનું વર્ણન ખૂબ સરસ રીતે કરવામાં આવ્યું છે કે તમે આ ચેતના છો."
|