"ભગવદ્ ગીતામાં તમને મળશે, સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો (ભ.ગી. ૧૫.૧૫). કૃષ્ણ કહે છે કે "હું દરેકના હૃદયમાં રહું છું." સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો: મત્ત: સ્મૃતિર જ્ઞાનમ અપોહનમ ચ: "અને મારા દ્વારા વ્યક્તિ ભૂલે છે અને યાદ કરે છે." તો શા માટે કૃષ્ણ એવું કરી રહ્યા છે? તે કોઈને ભૂલવામાં મદદ કરી રહ્યા છે, અને તે કોઈને યાદ કરવામાં મદદ કરી રહ્યા છે. કેમ? એ જ જવાબ: યે યથા મામ પ્રપદ્યન્તે. જો તમે કૃષ્ણ અથવા ભગવાનને ભૂલી જવા માંગતા હો, તો તે તમને એવી રીતે બુદ્ધિ આપશે કે તમે કાયમ માટે ભૂલી જાઓ. ભગવાનની સીમામાં આવવાની કોઈ તક નહીં મળે. પરંતુ તે કૃષ્ણ ભક્તો છે. તેઓ ખૂબ જ દયાળુ છે. કૃષ્ણ ખૂબ કડક છે. જો કોઈ તેમને ભૂલી જવા માંગે છે, તો તેઓ તેને એટલી બધી તકો આપશે કે તે ક્યારેય સમજી નહીં શકે કે કૃષ્ણ શું છે. પરંતુ કૃષ્ણના ભક્તો કૃષ્ણ કરતાં વધુ કરુણાશીલ છે. તેથી તેઓ બિચારા લોકોને કૃષ્ણ ભાવનામૃત અથવા ભગવદ્ ભાવનામૃનો ઉપદેશ આપે છે."
|