"કૃષ્ણ મતલબ સર્વ-આકર્ષક, અને તે ભગવાનનું પૂર્ણ નામ છે. જ્યાં સુધી ભગવાન સર્વ-આકર્ષક ના હોય, તે ભગવાન ના હોઈ શકે. ભગવાન હિન્દુઓના ભગવાન અથવા ખ્રિસ્તીઓના ભગવાન અથવા યહુદીઓના ભગવાન અથવા મુસ્લિમોના ભગવાન ના હોઈ શકે. ના. ભગવાન દરેકને માટે છે, અને તેઓ સર્વ-આકર્ષક છે. તેઓ પૂર્ણ રીતે ઐશ્વર્ય ધરાવે છે. તેઓ પૂર્ણ રીતે જ્ઞાનમાં છે, જ્ઞાનમાં પૂર્ણ, સૌંદર્યમાં પૂર્ણ, વૈરાગ્યમાં પૂર્ણ, ખ્યાતિમાં પૂર્ણ, શક્તિમાં પૂર્ણ. આ રીતે તેઓ સર્વ-આકર્ષક છે. તો આપણે આપણો ભગવાન સાથેનો સંબંધ જાણવો જોઈએ. તે આ પુસ્તકની, ભગવદ ગીતા - તેના મૂળ રૂપેની, પ્રથમ વિષય વસ્તુ છે. પછી જો આપણે આપણો સંબંધ સમજીશું, આપણે તે પ્રમાણે કાર્ય કરીશું."
|