GU/680323b સવારની લટાર - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કોમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જે લોકો ખૂબ જ રજોગુણી છે, તેઓ આ ગ્રહમાં જીવવા માટે છે. આ ગ્રહમાં. આ દુનિયા જેવા ઘણા બધા ગ્રહો છે. તો તેઓ અહીં રહેવા માટે છે. અહીં બધા જીવો ખુબ જ રજોગુણી હોય છે. અને અધો ગચ્છન્તિ તામસા: (ભ.ગી. ૧૪.૧૮). અને બીજા ગ્રહો પણ છે, તે અંધકારમય છે, અંધિયાર ગ્રહો, આ પૃથ્વી ગ્રહની નીચે. અને પ્રાણીઓ, તેઓ અજ્ઞાનતામાં છે. જો કે તેઓ આ બગીચામાં છે, પણ તેમને ખ્યાલ નથી કે તેઓ ક્યાં છે, અંધકાર. તેમનું જ્ઞાન વિકસિત નથી. આ તમોગુણનું પરિણામ છે. અને જે લોકો કૃષ્ણ ભાવનાભાવિત છે, તેઓ નથી તમોગુણમાં, કે નથી રજોગુણમાં, કે નથી સત્વગુણમાં. તે દિવ્ય છે. તો જો વ્યક્તિ કૃષ્ણ ભાવનામૃત સુંદર રીતે કેળવે, તેને તરત જ કૃષ્ણલોકના ઉચ્ચ પદ પર મોલકવામાં આવે છે. તેની જરૂર છે."
680323 - સવારની લટાર - સાન ફ્રાન્સિસ્કો