"બ્રહ્મ-કર્મ. બ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે, બ્રહ્મનો છેલ્લો શબ્દ. તો તમારે તમારી જાતને, બ્રહ્મ-કર્મ, એટલે કૃષ્ણ ભાવનામૃતમાં સંલગ્ન કરવી પડે. અને તમારી યોગ્યતાનું પ્રદર્શન કરો, કે તમે સત્યવાદી છો, તમે ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ રાખી રહ્યા છો, મન ઉપર નિયંત્રણ કરો છો, અને તમે સરળ છો અને તમે સહનશીલ છો. કારણ કે જેવું તમે આધ્યાત્મિક જીવન ગ્રહણ કરો છો, માયા દ્વારા સંચાલિત આખો વર્ગ તમારી વિરુદ્ધ હશે. તે માયાનો પ્રભાવ છે. કોઈ વ્યક્તિ નિંદા કરશે. કોઈ આ કરશે, કોઈ તે કરશે, પરંતુ આપણે... આપણે સહનશીલ બનવું પડશે. આ ભૌતિક જગતનો રોગ છે. જો કોઈ વ્યક્તિ આધ્યાત્મિક રીતે ઉન્નત બને છે, માયાના પ્રતિનિધિ નિંદા કરશે. તો તેથી તમારે સહનશીલ બનવું પડશે."
|