"હું જીવનના આ શારીરિક ખ્યાલને કારણે ચિંતાથી ભરેલો છું. જેમ એક વ્યક્તિને ખૂબ મોંઘી મોટરગાડી મળી છે, અને તે શેરીમાં ગાડી ચલાવી રહ્યો છે. તે ખૂબ કાળજી રાખે છે જેથી ગાડીમાં કોઈ અકસ્માત ન થાય, ગાડી તૂટી ન શકે. ખૂબ ચિંતા. પરંતુ એક માણસ જે શેરીમાં ચાલે છે, તેને આવી કોઈ ચિંતા નથી. ગાડીમાંનો માણસ કેમ આટલો બેચેન છે? કારણ કે તેણે ગાડી સાથે પોતાની ઓળખ આપી છે. જો ગાડી, જો ગાડી સાથે કોઈ અકસ્માત થાય છે, જો ગાડી તૂટે છે, તો તે વિચારે છે, "હું ગયો છું. ઓહ, મારી ગાડી જતી રહી." જોકે તે ગાડીથી ભિન્ન છે, તેમ છતાં તે ઓળખ, ખોટી ઓળખને કારણે આવું વિચારે છે. એ જ રીતે, કારણ કે આપણે આ શરીરથી ખોટી રીતે ઓળખાઈએ છીએ, તેથી જ આપણને જીવનની ઘણી સમસ્યાઓ છે. તેથી જો આપણે જીવનની સમસ્યાઓનું સમાધાન લાવવા માંગતા હોઈએ, તો આપણે સમજવું પડશે કે હું શું છું."
|