"તો ચૈતન્ય મહાપુભુ પાસે આ બધી સુવિધાઓ હતી. તેઓ વિદ્વાન હતા, તેમના દેશમાં ખૂબ જ સન્માનિત યુવાન; તેમના ઘણા અનુયાયીઓ હતા. એક ઘટનામાં આપણે સમજી શકીએ છીએ કે તેઓ કેટલા પ્રિય નેતા હતા. કાઝીએ તેમના સંકીર્તન આંદોલનને પડકાર ફેંક્યો અને પહેલી વાર તેમને ચેતવણી આપી કે હરે કૃષ્ણ કીર્તન ન કરો, અને જ્યારે તેમણે તેની દરકાર ન કરી, તો પછી તેણે આદેશ આપ્યો કે, તે મૃદંગને તોડી નાખવામાં આવે. તો સિપાહીઓ આવ્યા અને મૃદંગો તોડી નાખ્યા. આ માહિતી ભગવાન ચૈતન્યને આપવામાં આવી, અને તેમણે નાગરિક આજ્ઞાભંગનો આદેશ આપ્યો. ભારતના ઇતિહાસમાં તે પ્રથમ વ્યક્તિ હતા જેમણે આ નાગરિક આજ્ઞાભંગ આંદોલનની શરૂઆત કરી."
|