"રાધારાણી કૃષ્ણનું વિસ્તરણ છે. કૃષ્ણ શક્તિશાળી છે, અને રાધારાણી શક્તિ છે. જેમ કે શક્તિ અને શક્તિમાન, તમે અલગ ના કરી શકો. અગ્નિ અને ગરમી તમે અલગ ના કરી શકો. જ્યાં પણ અગ્નિ છે ત્યાં ગરમી છે, અને જ્યાં પણ ગરમી છે ત્યાં અગ્નિ છે. તેવી જ રીતે, જ્યાં પણ કૃષ્ણ છે ત્યાં રાધા છે. અને જ્યાં પણ રાધા છે ત્યાં કૃષ્ણ છે. તેઓ અલગ થઇ શકે નહીં. પણ કૃષ્ણ આનંદ કરે છે. તો સ્વરૂપ દામોદર ગોસ્વામીએ આ રાધા અને કૃષ્ણના જટિલ તત્વજ્ઞાનને એક શ્લોકથી વર્ણવ્યું છે, એક બહુ જ સુંદર શ્લોક. રાધા કૃષ્ણ પ્રણય વિકૃતિર આહલાદીની શક્તિર અસ્માદ એકાત્માનાવ અપિ ભુવિ પુરા દેહ ભેદમ ગતૌ તૌ (ચૈ.ચ. આદિ ૧.૫)). તો રાધા અને કૃષ્ણ એક પરમ ભગવાન છે, પણ આનંદ લેવા માટે, તેઓ બેમાં વિભાજીત થયા છે. ફરીથી ભગવાન ચૈતન્ય બેમાંથી એક થઇ ગયા. ચૈતાન્યાખમ પ્રકટમ અધુના. તે એક મતલબ રાધાના ભાવમાં કૃષ્ણ. ક્યારેક કૃષ્ણ રાધાના ભાવમાં હોય છે. ક્યારેક રાધા કૃષ્ણના ભાવમાં હોય છે. આ ચાલતું રહે છે. પણ આખી વસ્તુ છે કે રાધા અને કૃષ્ણ મતલબ એક, પરમ ભગવાન."
|