"તો એક બીમાર માણસ, તે ચિકિત્સક પાસે ગયો છે. તે એક લાંબી બિમારીથી પીડિત છે. તે કારણ જાણે છે. ડોક્ટર કહે છે કે "તમે આ કર્યું છે; તેથી તમે પીડિત છો." પરંતુ ઇલાજ પછી તે ફરીથી તે જ વસ્તુ કરે છે. કેમ? આ જ વાસ્તવિક સમસ્યા છે. તે આવું કેમ કરે છે? તેણે જોયું છે, તેણે અનુભવ કર્યો છે. તેથી પરીક્ષિત મહારાજ કહે છે, ક્વચિન નિવર્તતે અભદ્રાત. આવા અનુભવ દ્વારા, સાંભળીને અને જોઈને, કેટલીકવાર તે પ્રતિકાર કરે છે, "ના, હું આ કાર્યો કરીશ નહીં. તે ખૂબ જ કષ્ટપ્રદ છે. છેલ્લી વખતે મને ખૂબ જ મુશ્કેલી આવી હતી." અને ક્વચિત ચરતિ તત પુનઃ અને ક્યારેક તે ફરીથી તે જ ભૂલ કરે છે."
|