"આ ભગવદ્ ગીતા ઘણા લાંબા સમયથી ફક્ત ભારતમાં જ નહીં, પરંતુ ભારતની બહાર પણ માનવ સમાજ દ્વારા વાંચવામાં આવી રહી છે. પરંતુ દુર્ભાગ્યવશ, જેમ ભૌતિક દૂષણના સંપર્કથી બધું જ બગડે છે, તો લોકો ભગવદ્દ ગીતાનું વિવિધ રીતે અર્થઘટન કરવા લાગ્યા. તેથી લગભગ પાંચસો વર્ષ પહેલાં, ભગવાન ચૈતન્ય પ્રગટ થયા, અને તેમણે બંગાળમાં તેમના અંગત માર્ગદર્શન હેઠળ કૃષ્ણ ભાવનામૃત આંદોલન શરૂ કર્યું. તેમનું જન્મસ્થળ નવદ્વીપ તરીકે ઓળખાય છે. હવે, તેમણે પ્રત્યેક ભારતીયને આખા વિશ્વમાં, દરેક ગામમાં, દરેક શહેરમાં કૃષ્ણ ભાવનામૃતનો સંદેશ ફેલાવવાનો આદેશ આપ્યો. તે તેમનો હુકમ હતો."
|