GU/681023b ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"સ્વાર્થ ... કૂતરાની જેમ. તે ફક્ત તેના શરીર વિશે જ જાણે છે. તે બીજા કૂતરાને તેની સીમામાં આવવા દેશે નહીં. તે ખૂબ જ નબળો સ્વાર્થ છે. તમે તેને થોડો વિસ્તૃત કરો, તે માનવ સમાજ છે. પરિવાર, પત્ની, બાળકો છે. તે પણ વિસ્તૃત સ્વાર્થ છે. પછી તમે તેનો વિસ્તાર કરો: સમાજ અથવા રાષ્ટ્રીયતા છે, રાષ્ટ્રીયતાની ભાવના. તે પણ હજી વધુ વિસ્તૃત સ્વાર્થ છે. તેવી જ રીતે, તમે તે જ વૃત્તિનો માનવતા પ્રમાણે વિસ્તાર કરો. કારણકે આપણે... મનુષ્યોનો એક વર્ગ હોય છે, જે માનવ સમાજની સેવા કરવા માટે ખૂબ જ ચિંતિત છે. પરંતુ તેઓ પ્રાણી સમાજની સેવા કરવા માટે ચિંતિત નથી. માનવ સમાજના સંતોષ માટે પશુ સમાજની હત્યા થઈ શકે છે. તેથી, જ્યાં સુધી તમે આત્માના મુદ્દા પર ન આવો ત્યાં સુધી, ગમે તે વિસ્તૃત સ્વાર્થ હોય, તે સ્વાર્થ છે."
681023 - ભાષણ શ્રી.ભા. ૦૨.૦૧.૦૨-૫- મોંટરીયલ