GU/681108b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જ્યારે કૃષ્ણ આ બ્રહ્માંડની અંદર આવે છે, ત્યારે તેમનું ગોલોક વૃંદાવન પણ તેમની સાથે આવે છે. જેમ રાજા ક્યાંક જાય છે, તો તેમના તમામ સેવકો, તેમના સચિવ, તેના લશ્કરી સેનાપતિ, આ, તે, બધા જ તેમની સાથે જાય છે. તે જ રીતે, જ્યારે કૃષ્ણ આ ગ્રહ પર આવે છે, તેમની બધી જ સામગ્રીઓ, અધિકારીઓ, દરેક લીલા કરવા માટે આવે છે, આપણને આકર્ષિત કરવા, કે "તમે આની પાછળ છો. તમે પ્રેમ કરવા માંગો છો." અહીં તમે જુઓ છો કે વૃંદાવનમાં કેવી રીતે દરેક વસ્તુ પ્રેમ પર આધારિત છે. બીજું કશું નથી. તેઓ જાણતા નથી કે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. તેઓ તે જાણવાની દરકાર લેતા નથી. પણ તેમનો કુદરતી સ્નેહ અને પ્રેમ એટલો તીવ્ર છે કે તેઓ ચોવીસ કલાક કૃષ્ણ સિવાય બીજું કશું વિચારી શકતા નથી. તે કૃષ્ણ ભાવનામૃત છે."
681108 - ભાષણ બ્ર.સં. ૫.૨૯ - લોસ એંજલિસ