"કૃષ્ણના આદેશ દ્વારા દરેક વસ્તુ પુરી પાડવામાં આવી રહી છે, કારણ કે પ્રકૃતિ કાર્ય કરી રહી છે... તે કેવી રીતે કાર્ય કરે છે? મયાધ્યક્ષેણ (ભ.ગી. ૯.૧૦). મયાધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ. "મારી આજ્ઞાથી," કૃષ્ણ કહે છે. પ્રકૃતિ, અંધ થઈને કાર્ય નથી કરતી. તમે જોયું? તેના સ્વામી છે, કૃષ્ણ. તો આ જીવન બ્રહ્મ-જિજ્ઞાસા માટે છે, પૃચ્છા, "બ્રહ્મ શું છે?" બ્રહ્મ વિષે જિજ્ઞાસા કરવાને બદલે તેઓ બ્રહ્મની હત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. "કોઈ આત્મા નથી. કોઈ પરમાત્મા નથી. પ્રકૃતિ આપમેળે કાર્ય કરે છે." આ બકવાસ વસ્તુઓને માનવ સમાજના અસ્વચ્છ મગજમાં ધકેલવામાં આવી રહી છે."
|