| જો તમે શુદ્ધ ભક્ત ને અનુસરો છો તમે પણ એક શુદ્ધ ભક્ત છો. આપણે કદાચ પુરેપુરા શુદ્ધ ન બની શકીએ કારણકે આપણે આપણી જાત ને બદ્ધ જીવન માંથી બહાર લાવી રહ્યા છીએ. પણ જો આપણે સખ્તાઈથી શુદ્ધ ભક્ત ને અનુસરીએ તો આપણે પણ શુદ્ધ ભક્ત છીએ. અત્યાર સુધી આપણે જે કર્યું છે એ શુદ્ધ છે. શુદ્ધ ભક્ત નો મતલબ એ નથી કે વ્યક્તિ એ તરતજ સો ટકા શુદ્ધ થઇ જવું જોઈએ. પરંતુ જો તે સિદ્ધાંત ને વળગી રહે કે "અમે શુદ્ધ ભક્ત ને અનુસરીશું " . તો તેની ક્રિયાઓ....તો તે પણ શુદ્ધ ભક્ત જેટલો જ શુદ્ધ છે. આ હું મારી પોતાની સમજૂતી નથી આપી રહ્યો. આ શ્રીમદ્ ભાવગવતમ ની સમજૂતી છે. મહાજનો યેન ગતઃ સ પંથ: (ચૈતન્ય ચરિતામૃત ૧૭.૧૮૬)
|