"જ્યાં સુધી કોઈ આ સરળ તથ્યને સમજે નહીં, કે આત્મા આ શરીરથી જુદો છે, આત્મા શાશ્વત છે, શરીર અસ્થાયી છે, બદલાતું રહે છે... કારણ કે આ સમજ્યા વિના, કોઈ આધ્યાત્મિક શિક્ષણ છે જ નહીં. ખોટું શિક્ષણ. જો કોઈ પોતાને શરીર સાથે ઓળખે છે, તો આધ્યાત્મિક જ્ઞાનની કોઈ સમજ નથી. તો યોગીઓ, તેઓ ધ્યાન દ્વારા આ મુદ્દે પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે, "કે શું હું આ શરીર છું કે નહીં." ધ્યાનનો અર્થ તે થાય છે. પ્રથમ ધ્યાન, મનની એકાગ્રતા, વિવિધ પ્રકારની મુદ્રામાં બેસવું, તે મને મારા મનને એકાગ્ર કરવામાં મદદ કરે છે. અને જો હું મારા મનને એકાગ્ર કરું, ધ્યાન કરું, કે "શું હું આ શરીર છું?"
|