"એક વૈષ્ણવ, અથવા ભગવાનનો ભક્ત, તેનું જીવન લોકોના હિત માટે સમર્પિત છે. તમે જાણો છો - તમે મોટા ભાગના ખ્રિસ્તી સમુદાયના છો - પ્રભુ ઇસુ ખ્રિસ્ત, તેમણે કહ્યું હતું કે તમારી પાપી પ્રવૃત્તિઓ માટે તેમણે પોતાનું બલિદાન આપ્યું છે. તે ભગવાનના ભક્તનો સંકલ્પ છે. તેઓ વ્યક્તિગત સુવિધાની કાળજી લેતા નથી. કારણકે તેઓ કૃષ્ણ, અથવા ભગવાનને પ્રેમ કરે છે, તેથી તેઓ બધા જીવોને પ્રેમ કરે છે, કારણ કે તમામ જીવો કૃષ્ણ સાથે સંબંધિત છે. તો, તેવી જ રીતે, તમારે શીખવું જોઈએ. આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનનો અર્થ વૈષ્ણવ બનવું અને પીડિત માનવતા માટે અનુભવવું છે."
|