"નરોત્તમ દાસ ઠાકુર સલાહ આપે છે, 'કૃપા કરીને ભગવાન નિત્યાનંદની શરણ ગ્રહણ કરો'. ભગવાન નિત્યાનંદના ચરણ કમળનો આશ્રય સ્વીકારવાનું પરિણામ શું હશે? તેઓ કહે છે કે હેનો નિતાઈ બીને ભાઈ: "જ્યાં સુધી તમે નિત્યાનંદના ચરણકમળની છાયાનો આશ્રય નહીં લો," રાધા-કૃષ્ણ પાઇતે નાઈ, 'રાધા કૃષ્ણ-સુધી પહોંચવું અત્યંત મુશ્કેલ હશે'. રાધા-કૃષ્ણ... આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન રાધા-કૃષ્ણ પાસે પહોંચવા માટે છે, પરમ ભગવાનની દિવ્ય આનંદમયી રાસ લીલાનો સંગ કરવા માટે છે. તે કૃષ્ણ ભાવનામૃતનું લક્ષ્ય છે. તેથી નરોત્તમ દાસ ઠાકુરની સલાહ છે કે 'જો તમે ખરેખર રાધા-કૃષ્ણની રાસ-લીલામાં પ્રવેશવા માંગતા હોવ, તો તમારે નિત્યાનંદના ચરણકમળનો આશ્રય લેવો જ જોઇએ.'
|