"આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન જીવનની એક મહાન કળા છે, ખૂબ જ સરળ અને ઉન્નત. આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન તમે જે ઈચ્છો તે બધું જ આપે છે, કોઈ પણ જાતના કૃત્રિમ પ્રયત્નો વગર. તે દિવ્ય રીતે બહુરંગી અને દિવ્ય આનંદથી પૂર્ણ છે. આપણે આ કૃષ્ણ ભાવનાભાવિત પ્રવૃત્તિઓને કીર્તન કરીને, નૃત્ય કરીને, ખાઈને અને અધિકૃત ગુરુ-શિષ્ય પરંપરા મારફત મળેલ તત્વજ્ઞાન દ્વારા અમલમાં મૂકીએ છીએ, અને તેથી તે આપણને જે પણ માગીએ તે બધું જ આપે છે, આપણી કુદરતી વૃત્તિઓ બદલ્યા વગર. ચેતના તમારામાં છે જ, પરંતુ અત્યારે તે અશુદ્ધ ચેતના છે, અને હવે તમારે તેને બધી જ અશુદ્ધ વસ્તુઓથી શુદ્ધ કરવાનું છે અને ભગવાનના પવિત્ર નામો, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે / હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે - નો જપ કરીને તે આનંદમયી પદ્ધતિ દ્વારા સ્પષ્ટ કૃષ્ણ ભાવનાભાવિત બનાવવાનું છે."
|