તો એક દિવસ એવો આવશે કે દુનિયામાં ક્યાય માખણ, ચોખા અથવા ઘઉં નહીં જોવા મળે. બધુ જ સમાપ્ત થઈ જશે, કારણ કે કલિયુગના વિકાસ સાથે બધુ જ એટલી ખરાબ રીતે કથળી જશે કે વ્યાવહારિક રીતે બધો જ પુરવઠો બંધ થઈ જશે. એ વખતે લોકો બસ પ્રાણીઓની જેમ રહેશે. તો આ એક માત્ર ઉપાય છે, કૃષ્ણ ભાવનામૃત. આ યુગમાં, તમે જે કોઈ સ્થિતિમાં હોવ, તમે માત્ર બેસો અને જપ કરો. કોઈ ખર્ચ નથી, કોઈ નુકસાન નથી. માત્ર હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે નો જપ કરો અને સર્વ દેવતાઓ અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, બધા જ સંતુષ્ટ થશે. કોઈ મુશ્કેલી નહીં થાય."
|