"આપણે એ હંમેશા યાદ રાખવું જોઈએ કે આધ્યાત્મિક ગુરુ પરંપરામાં આવે છે. મૂળ આધ્યાત્મિક ગુરુ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. તેઓ તેમના પછીના શિષ્યને આશીર્વાદ આપે છે, જેમ કે બ્રહ્મા. બ્રહ્મા તેમનાં પછીના શિષ્યને આશીર્વાદ આપે છે, જેમ કે નારદ. નારદ તેમના પછીના શિષ્યને આશીર્વાદ આપે છે, જેમ કે વ્યાસ. વ્યાસ તેમના પછીના શિષ્યને આશીર્વાદ આપે છે, મધ્વાચાર્ય. તે જ રીતે આશીર્વાદ આવી રહ્યા છે. જેમ કે રાજ પરિવારનો વારસો - રાજગાદી શિષ્ય અથવા કુળ પરંપરામાં મળે છે - તે જ રીતે આ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની શક્તિ મેળવવાની છે. સાચા સ્ત્રોતમાંથી શક્તિ પ્રાપ્ત કર્યા વગર કોઈ પણ વ્યક્તિ પ્રચાર ન કરી શકે, કોઈ પણ વ્યક્તિ ગુરુ ન બની શકે."
|