"આ મનુષ્ય જીવન ભગવાનના નિયમોને જાણવા માટે છે - વૈજ્ઞાનિક રીતે, ભગવાનના નિયમો. અભ્યાસ, જેમ કે અમે ઘણા બધા ઉદાહરણો આપ્યા છે. શા માટે તમારે બીજાની સંપત્તિ પર તરાપ નાખવી જોઈએ? દરેક વ્યક્તિને જીવવાનો અધિકાર છે. શા માટે તમારે પ્રાણીઓની હત્યા કરવી જોઈએ? આ પ્રકૃતિના નિયમોનું ઉલ્લંઘન છે. તમારે ભોગવવું પડશે. તો તમારે આ વસ્તુઓ જાણવી પડે, કારણકે તમારી પાસે આ સુંદર શરીર છે. એવું નથી કે તમે ફક્ત પોતાને સુંદર રીતે સજાવવાથી, તમે સારા બનો છો. ના. તમારે ભગવાનના નિયમો જાણવા પડે. પછી તમે સારા છો. હા. પણ લોકો સારા વસ્ત્રો પહેરવામાં એટલો બધો રસ લે છે, અને હૃદયની અંદર, પ્રાણી કરતા પણ નિમ્ન કક્ષાના. આ પ્રકારનો સમાજ નિંદનીય સમાજ છે. અને આ હરે કૃષ્ણ જપ સ્વચ્છ કરવા માટે છે, અંદરથી અને બહારથી. તેથી જીવનના વાસ્તવિક ધોરણ પર આવવા માટે, તમારે આ આંદોલન ગ્રહણ કરવું જ પડે. ચેતો દર્પણ માર્જનમ (ચૈ. ચ. અંત્ય ૨૦.૧૨, શિક્ષાષ્ટક ૧). હૃદયને સ્વચ્છ કરવું."
|