"તો એક યા બીજી રીતે, તે શરૂ થઈ ગયું છે, ભક્તિસિદ્ધાંત સરસ્વતી ઠાકુરના આશીર્વાદ, જેમ તેઓ મારી પાસેથી ઈચ્છા કરતા હતા. તો, કારણ કે તેઓ ઈચ્છા કરતા હતા, મારા... હું બહુ નિષ્ણાત કે શિક્ષિત નથી અથવા કંઈ અસાધારણ નથી, પરંતુ માત્ર એક જ વસ્તુ છે કે મેં તેમની વાણી પર પૂર્ણ વિશ્વાસ કર્યો છે. તે છે... તમે કહી શકો કે તે મારી યોગ્યતા છે. હું તેમની વાણી પર શત પ્રતિશત વિશ્વાસ કરું છું. તો જે કઈ પણ સફળતા છે, તે ફક્ત તેમની શિક્ષાઓ પર મારા દ્રઢ વિશ્વાસને કારણે છે. તો હું અનુસરવાનો પ્રયાસ કરી રહ્યો છું. અને તેમની કૃપાથી, તમે મને મદદ કરી રહ્યા છો. તેથી વાસ્તવમાં, જવાબદારી હવે તમારા પર છે. હું પણ વૃદ્ધ માણસ છું. મને કોઈપણ ક્ષણે મૃત્યુ આવી શકે છે. આ આંદોલન ચાલુ રહેવું જોઈએ."
|