"આપણી પ્રક્રિયા છે... તે પણ ધ્યાન છે. પરંતુ તમે ધ્યાન દ્વારા સમજો છો કે, કોઈ અદ્ભૂત વિષય વસ્તુ પર મનને કેન્દ્રિત કરવું, તે જ વસ્તુ અહીંયા છે, પરંતુ આપણે મનને કૃત્રિમ રીતે કેન્દ્રિત કરવાનો પ્રયાસ નથી કરતા. પરંતુ આપણી આ જપ અને કીર્તન પ્રક્રિયા તરત જ મનને આકર્ષિત કરે છે. આપણી પ્રક્રિયા છે... જેમ કે હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે / હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે, આપણે તેને મધુર ગીતમાં કીર્તન કરીએ છીએ. તો મન આકર્ષિત થાય છે, અને આપણે અવાજ સાંભળવાનો પ્રયત્ન કરીએ છીએ. તેનો અર્થ એ છે કે મારું મન અને મારું કાન તે વિચારમાં ઘનિષ્ઠ છે. તેથી તે વ્યવહારિક ધ્યાન છે."
|