GU/690219b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ફક્ત જો તમે "કૃષ્ણ" નો જપ કરો અને જો તમે સાંભળો, તો આપોઆપ તમારું મન કૃષ્ણમાં સ્થિર થઈ જાય છે. તેનો અર્થ એ કે યોગ પ્રણાલી તરત જ પ્રાપ્ત થઈ જાય છે. કારણકે આખી યોગ પ્રણાલીનું પ્રયોજન છે વિષ્ણુના રૂપ પર મનને કેન્દ્રિત કરવું, અને કૃષ્ણ વિષ્ણુ રૂપોના વિસ્તરણનું મૂળ છે. જેમ કે અહીં એક દીવો છે. હવે, આ દીવામાંથી, આ મીણબત્તીથી, તમે બીજી મીણબત્તી લાવો છો, તમે તેને પ્રગટાવશો. પછી બીજી, બીજી, બીજી — હજારો મીણબત્તી તમે વિસ્તૃત કરી શકો છો. દરેક મીણબત્તીમાં આ મીણબત્તી જેટલી જ શક્તિ હોય છે. તેના વિશે કોઈ શંકા નથી. પરંતુ વ્યક્તિએ આ મીણબત્તીને મૂળ મીણબત્તી તરીકે લેવી પડે. તેવી જ રીતે, કૃષ્ણ લાખો વિષ્ણુ સ્વરૂપોમાં વિસ્તરી રહ્યા છે. દરેક વિષ્ણુ સ્વરૂપ કૃષ્ણ જેટલા જ ઉત્તમ છે, પરંતુ કૃષ્ણ મૂળ મીણબત્તી છે કારણ કે કૃષ્ણમાંથી બધું વિસ્તરિત થાય છે."
690219 - ભાષણ ભ.ગી ૦૬.૩૦-૩૪ - લોસ એંજલિસ