"હવે, મારે કોઈ કોમળ જગ્યાને અડકવું છે આ હાથની ઇન્દ્રિયનો આનંદ લેવા માટે, સ્પર્શ ઇન્દ્રિય. પણ જો હાથ મોજાથી ઢંકાયેલો હોય, હું તે ઇન્દ્રિયનો સારી રીતે આનંદ ના લઈ શકું. તમે સરળતાથી સમજી શકો છો. ઇન્દ્રિય છે, પણ જો તે કૃત્રિમ રીતે ઢંકાયેલી હશે, તો સુવિધા હોય પણ, તો પણ હું પૂર્ણ રીતે ઇન્દ્રિયનો આનંદ ના માણી શકું. તેવી જ રીતે, આપણને આપણી ઇન્દ્રિયો હોય છે, પણ આપણી ઇન્દ્રિયો અત્યારે આ ભૌતિક શરીરથી ઢંકાયેલી છે. કૃષ્ણ આપણને ભગવદ ગીતામાં સંકેત આપે છે કે, તે પરમ સુખ તે ઇન્દ્રિય દ્વારા મળી શકે છે, આ ઢંકાયેલી ઇન્દ્રિય દ્વારા નહીં."
|