GU/690311 ભાષણ - શ્રીલ પ્રભુપાદ હવાઈ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો વૈષ્ણવ વિનમ્ર હોય છે. તેને અભિમાન નથી, કારણ કે... (તોડ)... ભલે તેની પાસે ખૂબ મોટી સંપત્તિ, સારી યોગ્યતા, બધું હોય, પણ તે વિચારે છે કે "આ વસ્તુઓ કૃષ્ણની છે. હું તેમનો સેવક છું. મને આ યોગ્યતા સાથે તેમની સેવા કરવાની તક મળી છે. જો હું ઉચ્ચ શિક્ષિત છું, જો મને સારું જ્ઞાન મળ્યું છે, જો હું મહાન તત્વજ્ઞાની છું, વૈજ્ઞાનિક - બધું જ - જો હું કૃષ્ણની સેવામાં આ બધી યોગ્યતાઓને સંલગ્ન ન કરું, તો હું સ્વાભાવિક રીતે મિથ્યા અભિમાની બની જઈશ, અને તે મારા પતનનું કારણ છે."
690311 - ભાષણ શ્રી.ભા. ૦૭.૦૯.૧૦ - હવાઈ‎