"આપણે કહી ના શકીએ, જેમ કે, અમુક હોટલોમાં, કે 'ફલાણા અને ફલાણા લોકોને અનુમતિ નથી'. ના. આપણે ના કરી શકીએ. આપણે દરેકને આવવા દઈએ છીએ. આપણો ઉદેશ્ય છે વ્યક્તિઓને જીવનના નીચલા સ્તર પરથી શ્રેષ્ઠ સ્તર પર ઉપર લાવવા. તો દરેક વ્યક્તિ નીચલા સ્તર પર છે. પ્રભુ ઈશુ ખ્રિસ્તે પણ કહ્યું છે કે 'તમે પાપીને નફરત ના કરો, પણ પાપને નફરત કરો'. શું પ્રભુ ઈશુ ખ્રિસ્તે તે નથી કહ્યું? તો હિપ્પીઓ પાપીઓ હોઈ શકે છે. આપણે તેમને પુણ્યશાળી જીવન પર ઉપર ઉઠાવી છીએ. પણ અમે કહીએ છીએ, 'આ ના કરો. આ પાપી કાર્ય ના કરો. નશો ના લો. આ ના કરો. આ ના કરો'. અમે પાપને નફરત કરીએ છીએ, વાસ્તવમાં પાપીને નહીં. જો આપણે પાપીને નફરત કરીએ, તો પ્રચારની શક્યતા ક્યાં છે?"
|