"તો એક ભક્ત માટે, ઇન્દ્રિયોનું નિયંત્રણ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. તે આપમેળે નિયંત્રિત થઈ જાય છે. જેમ કે આપણે પ્રતિજ્ઞા લીધી છે કે કૃષ્ણ પ્રસાદ સિવાય બીજું કશું નહીં ખાઈએ. ઓહ, ઇન્દ્રિય આપમેળે નિયંત્રિત થઈ ગઈ છે. ભક્તને તે કહેવાનો કોઈ અર્થ જ નથી કે, 'તમે આ ના પીઓ, આ ના કરો, આ ના કરો, આ ના કરો'. ઘણી બધી 'ના'. ફક્ત કૃષ્ણ પ્રસાદ સ્વીકારીને, બધીજ 'ના' પહેલેથી જ એમાં છે. અને તે બહુ સરળ બની જાય છે. બીજા, જો વ્યક્તિને વિનંતી કરવામાં આવે છે, 'તમે ધૂમ્રપાન ના કરો', તે તેના માટે બહુ જ મુશ્કેલ કાર્ય હશે. એક ભક્ત માટે, તે કોઈ પણ ક્ષણે છોડી શકે છે. તેને કોઈ મુશ્કેલી નથી. તેથી તે જ ઉદાહરણ, કે આ ઇન્દ્રિયો નિસંદેહ બહુ જ શક્તિશાળી છે, સાપ જેટલી જ શક્તિશાળી. પણ જો તમે ઝેરીદાંતને તોડી કાઢો, ઝેરીદાંતને, તો તે જરા પણ ડરામણું નથી રહેતું. તેવી જ રીતે, જો તમે તમારી ઇન્દ્રિયોનો કૃષ્ણ માટે ઉપયોગ કરો, કોઈ નિયંત્રણ કરવાનું નથી. તે પહેલેથી જ નિયંત્રિત છે."
|