"આ શરીર બદલાતું રહે છે. ફક્ત તમારા બાળપણ વિષે વિચારો: ઓહ, આપણે કેટલું મુશ્કેલીભર્યું જીવન પસાર કર્યું છે... ઓછામાં ઓછું મને યાદ છે. દરેક જણ યાદ રાખી શકે છે. તો આ સમસ્યાનું નિવારણ કરો. યદ ગત્વા ન નિવર્તન્તે તદ ધામ પરમમ મમ્ (ભ.ગી. ૧૫.૬). અને મુશ્કેલી શું છે? તમે તમારું પોતાનું કર્મ કરો અને હરે કૃષ્ણ જપ કરો. અમે એવું નથી કહેતા કે તમે તમારો વ્યવસાય બંધ કરો, તમારૂ કાર્ય બંધ કરો. તમે ચાલુ રાખો. જેમ કે તે શિક્ષક છે. બરાબર, તે શિક્ષક છે. તે ઝવેરી છે. ઝવેરી જ રહો. તે કંઈક છે, તે કંઈક છે. તેનો કોઈ ફર્ક નથી પડતો. પણ કૃષ્ણ ભાવનાભાવિત બનો. હરે કૃષ્ણ જપ કરો. કૃષ્ણ વિષે વિચારો. કૃષ્ણ-પ્રસાદમ ગ્રહણ કરો. બધું જ છે. અને ખુશ રહો. તે અમારો પ્રચાર છે. તમે જાતે શીખો, અને આ સંપ્રદાયનો ઉપદેશ આપો. લોકો ખુશ રહેશે. સરળ પદ્ધતિ."
|