"તો આ આંદોલન ફક્ત તમારી ચેતના, મૂળ ચેતનાને જીવંત કરવા માટે છે. મૂળ ચેતના એ કૃષ્ણ ચેતના છે. અને અન્ય જે પણ ચેતના જે તમે અત્યારે પ્રાપ્ત કરી છે, તે ઉપરછલ્લું, અસ્થાયી છે. "હું ભારતીય છું," "હું અંગ્રેજ છું," "હું આ છું," "હું તે છું" - આ બધી ઉપરછલ્લી ચેતના છે. વાસ્તવિક ચેતના છે અહમ બ્રહ્માસ્મિ. તો ભગવાન ચૈતન્ય, જેમણે ભારતના બંગાળમાં પાંચસો વર્ષ પહેલાં આ આંદોલનની શરૂઆત કરી હતી, તેઓ તરત જ તમને જાણ કરે છે કે જીવેર સ્વરૂપ હય નિત્ય કૃષ્ણ દાસ (ચૈ.ચ. મધ્ય ૨૦.૧૦૮), કે આપણી વાસ્તવિક ઓળખ, વાસ્તવિક બંધારણીય સ્થિતિ એ છે કે આપણે કૃષ્ણ, અથવા ભગવાનના અભિન્ન અંશ છીએ. તેથી તમે સમજી શકો કે તમારી ફરજ શું છે."
|