GU/691201b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લંડન માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આશ્લિશ્ય વા: પાદ-રતામ પિનષ્ટુ મામ્
અદર્શનાન મર્મ-હતામ્ કરોતુ વા
(ચૈ.ચ. અંત્ય ૨૦.૪૭)

તો તે એક મહાન વિજ્ઞાન છે, અને તમને સંપૂર્ણ જ્ઞાન મળી શકે છે. ઘણી બધી પુસ્તકો અને વ્યક્તિઓ છે; તમે લાભ લઈ શકો છો. દુર્ભાગ્યે, આ યુગમાં તેઓ આત્મ-સાક્ષાત્કારમાં ખૂબ જ ઉપેક્ષી છે. તે આત્મહત્યાની નીતિ છે, કારણ કે જેવું આ મનુષ્ય શરીર નાશ પામશે, પછી તરત જ તમે ભૌતિક પ્રકૃતિના નિયમોની પકડમાં છો. તમે જાણતા નથી કે તમે ક્યાં જઇ રહ્યા છો, કયા પ્રકારનું શરીર તમે મેળવી રહ્યાં છો. તમે જાણી ન શકો... જેમ કે જેવા તમે... કોઈ ગુનાહિત કૃત્ય કરો, તરત જ પોલીસ દ્વારા તમારી ધરપકડ કરવામાં આવે છે, અને પછી તમને ખબર નથી હોતી કે તમારી સાથે શું થવાનું છે. તે તમારા નિયંત્રણમાં નથી. તો, જ્યા સુધી તમે સચેત છો, ગુનાખોરી ન કરો જેથી તમારી પોલીસ દ્વારા ધરપકડ થાય. તે આપણી ચેતના, સ્પષ્ટ ચેતના છે."

691201 - ભાષણ - લંડન‎