GU/700506 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કૃષ્ણ, જોકે તેઓ હમેશા ગોલોક વૃંદાવનમાં હોય છે, તેમણે કશું કરવાનું હોતું નથી, તેઓ ફક્ત તેમના પાર્ષદોના સંગમાં આનંદ કરે છે, ગોપીઓ અને ગોપાળો, તેમની માતા, તેમના પિતા, ના સંગમાં. મુક્ત, સંપૂર્ણપણે મુક્ત. અને જે લોકો પાર્ષદો છે, તેઓ હજુ પણ વધુ મુક્ત છે. કારણકે જ્યારે પાર્ષદો સંકટમાં હોય છે, કૃષ્ણને થોડી ચિંતા હોય છે તેમને બચાવવાની, પણ પાર્ષદો, તેમને કોઈ ચિંતા નથી હોતી. 'ઓહ, કૃષ્ણ છે જ ને'. જરા જુઓ. (મંદ હાસ્ય કરે છે) પાર્ષદો, તેમને કોઈ ચિંતા નથી હોતી."
700506 - ભાષણ ઇશોપનિષદ ૧-૪ - લોસ એંજલિસ